• Home
  • News
  • ટેકનોલોજીનો ઉપયોગ:અમદાવાદમાં 50 લગ્નો માટે લાઇવ સ્ટ્રીમિંગ બુક થયું, 3 કલાક લાઇવ માટે 25 હજારનો ખર્ચ
post

આમંત્રિતોની સંખ્યા ઘટાડી દેવાતા સંબંધીઓ- મિત્રો લગ્નો જોઈ શકે તે માટે નવો વિકલ્પ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 09:03:48

કોરોનાને કારણે સરકારે લગ્નોમાં 100 મહેમાનોની જ પરવાનગી આપી હોવાથી બાકીનાં સગાંસંબંધીઓ માટે વીડિયોગ્રાફી કરતા લોકોએ લાઇવ સ્ટ્રીમિંગનો વિકલ્પ શોધી કાઢ્યો છે. અમદાવાદમાં 27 નવેમ્બરે યોજાનારા એક લગ્નનું યૂટ્યૂબ પર અઢીથી ત્રણ કલાકનું લાઇવ વેબકાસ્ટ પણ રખાયું છે. તે માટે લગ્નના એક દિવસ પહેલાં જ સૌ સગાંને વોટ્સએપ પર લિન્ક મોકલી દેવાશે.

આ અંગે ફોટોગ્રાફર હિતેન શાહે જણાવ્યું હતું કે, શહેરમાં આવતા મહિને 50 જેટલા લગ્નોનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. વીડિયોગ્રાફરો બેથી વધુ કેમેરા સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરી લાઇવ સ્ટ્રીમિંગ કરી આપે છે. એકથી વધુ સારા કેમેરા હોય તો વધુ ખર્ચ થાય છે. એક લાઇવ સ્ટ્રીમિંગ પાછળ 15થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જે સામાન્ય લોકોને પણ પરવડે છે.

સગાંને ફૂડ ડિલિવરી કરવાની વિચારણા
કન્યાના પિતા યજ્ઞેશ પંડ્યાએ કહ્યું- મારી દીકરી જાનવીનાં લગ્ન માટે પહેલાં 200 મહેમાનોની પરમિશન હોવાથી સગાંને આમંત્રણ આપ્યાં હતાં. હવે તેમને સામેથી ના કહેવું પડ્યું છે. આથી તેમના માટે અમે મેરેજ ઓનલાઇન બતાવવાનું આયોજન કર્યું છે. અમે અમદાવાદમાં રહેતા સગાંને ફૂડ ડિલિવરી માટે પણ કહ્યું હતું, પરંતુ કેટલાકે સેફ્ટી જોતાં સામેથી ના પાડી છે.

સગાંવહાલાં યુટ્યૂબ પર લગ્ન જોઈ શકશે
કન્યાના પિતા મયૂર શાહે કહ્યું- 1 ડિસેમ્બરે સાયન્સ સિટીના પાર્ટી પ્લોટમાં મારી દીકરીનાં લગ્ન છે અને તે લગ્નના લાઇવ સ્ટ્રીમિંગ કરીશું, જે લોકો યુટ્યૂબ પર લગ્ન નિહાળી શકશે અને શુભેચ્છા આશીર્વાદ આપી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post