• Home
  • News
  • બોપલમાં 22 જગ્યાએ જ શાકભાજીની લારીઓ ઉભી રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી
post

લોકડાઉનમાં લોકો શાકભાજી લેવા રોડ પર ભીડ ન કરે તે માટે બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા 22 વિસ્તારમાં 46 લારીઓ ઉભી રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:06:19

અમદાવાદ. લોકડાઉન દરમ્યાન લોકો આવશ્યક ચીજ વસ્તુઓ લેવાના બહાને બહાર નીકળે છે. જેના કારણે લોકડાઉનનો કડક અમલ થતો નથી. જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી સવારે 7થી 11 સુધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકશે તેવા આદેશ બહાર પાડ્યા છે. લોકડાઉનમાં લોકો શાકભાજી લેવા રોડ પર ભીડ ન કરે તે માટે બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા 22 વિસ્તારમાં 46 લારીઓ ઉભી રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 22 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ જીગીષાબેન શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો ને સરળતાથી શાકભાજી મળે તે માટે અમે 46 લારીઓની જગ્યા નક્કી કરી છે. લોકોએ જાતે સમજીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. ઘુમા અને સાઉથ બોપલ માટે પણ આજે કેટલીક જગ્યાઓ નક્કી કરી ત્યાં લારીઓ ઉભી રાખવામા આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post