• Home
  • News
  • બોપલમાં ખુદ પોલીસે જ જાહેરનામાનો ભંગ કર્યો સોસાયટીમાં પીઆઇ સહિતનો સ્ટાફ ગરબે રમ્યો
post

બોપલની એક સોસાયટીમાં પીઆઇ અનિલાબેન બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફ સાથે ગરબે રમતાં જોવા મળ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 09:11:33

અમદાવાદ: બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા છડેચોક જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પીઆઈ, પીએસઆઈ તેમ જ પોલીસ કર્મચારીઓ સાથે બોપલ વિસ્તારની એક સોસાયટીમાં ગયાં હતાં. જ્યારે ગાયક કલાકાર ગરબા ગાઈ રહ્યા હતા તેમની સાથે પીઆઈ તેમજ પોલીસની આખી ટીમ એટલે કે ઓછામાં ઓછા 15 જેટલા પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં.    

 
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે, જેના કારણે 4 કરતાં વધારે માણસ કોઈ પણ જગ્યાએ ભેગા થઈ શકે નહીં તેમ છતાં અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં પોલીસ જ ડીજે અને સેલિબ્રિટી મોકલીને લોકોની ભીડ ભેગી કરી રહી હતી. જોકે રવિવારે ડીજે તેમ જ સેલિબ્રિટીઓને અમદાવાદની સોસાયટીઓમાં મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે બોપલ પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમ જ પોલીસ કર્મચારીઓ સાથે ગરબે ઝૂમતા દેખાયાં હતાં. 


બોપલ વિસ્તારની એક સોસાયટીના લોકોને મનોરંજન મળી રહે તે માટે સોસાયટીની અંદક એક ગાયક કલાકાર બોલાવવામાં આવ્યા હતા. તે ગાયક કલાકાર સોસાયટીના ગાર્ડનમાં લાઉડ સ્પીકર પર મોટે મોટેથી ગરબા ગાઈ રહ્યાં હતાં જ્યારે પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, મહિલા પોલીસ  તેમજ પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં. 


હાલ આ તમામ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થઈ રહ્યો છે. એક બાજુ શહેરમાં પોલીસ લોકો પાસે જાહેરનામાનું પાલન કરાવવા પ્રયાસો કરી રહી છે બીજી તરફ ખુદ પોલીસ જ તેના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post