• Home
  • News
  • ઓનલાઈન ભણી કંટાળ્યાં, હવે શાળામાં મજા આવશે, મિત્રો સાથે મસ્તી પણ કરીશું, ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યાં
post

રાજ્યમાં કોરોના કેસ ધીમે-ધીમે ઘટતા તબક્કાવાર શાળામાં અમુક ધોરણના વર્ગો શરૂ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 12:19:03

રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા 10 માસથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે તેઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના કેસ ધીમે-ધીમે ઘટી રહ્યા છે જેને પગલે રાજ્ય સરકાર તબક્કાવાર શાળામાં અમુક ધોરણના વર્ગો શરૂ કરી રહી છે. અગાઉ રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શાળામાં શરૂ કરવામાં આવે તે માટે સૂચન કર્યું હતું ત્યારે આજથી રાજ્યમાં ધોરણ 6થી8 ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે

એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યાં
મહત્વનું છે કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી સાથે વિદ્યાર્થીએ શાળામાં પોતાના વાલીનું સંમતિ પત્ર લઈને આવવા માટે સૂચન કરાયું છે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ આ વર્ગો શરૂ કરવા માટે SOP પણ બહાર પાડી છે. જેમાં તમામ શાળાએ તકેદારીના ભાગરૂપે તમામ ગાઇડ લાઇનને અનુસરવું પડશે સાથે જે વિદ્યાર્થી શાળાએ આવવા ન માગતા હોય તે માટે ઓનલાઇન શિક્ષણ તેમને આપવા માટે સૂચન કરાયું છે, આથી ધોરણ 6થી 8 ના વર્ગો શરૂ થાય છે જેમાં લગભગ 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે શાળામાં ગુરુના મહામારીની ધ્યાનમાં રાખીને થર્મલગન ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને તેમના વાલીને સંમતિપત્ર સાથે તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો. સાથે ધોરણ 9થી 12 ના વર્ગોમાં વિદ્યાર્થીઓ પાંખી હાજરી જોવા મળી.

શાળામાં અમને સરળતા રહે છે, સારી રીતે સમજી શકીએ: વિદ્યાર્થીની
ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રૂપયતા ચેલાએ વાતચીતમાં જણાવ્યું કે, હું ખુશ છું કે આજે શાળા શરૂ થઈ રહી છે અમે છેલ્લા ઘણા મહિનાથી ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરતા હતા, પરંતુ એમાં જો કોઈ બાબત અમને ખબર ન પડે તો તેને અમે ઓનલાઈન અભ્યાસમાં શિક્ષક સાથે સમજી શકતા ન હતા. પરંતુ હવે શાળામાં આવ્યા છે અહીંયા અમે અમારા તમામ ડાઉટ સરળતાથી ક્લિયર કરી શકીશું. સાથે શાળામાં તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોરોનાના કેસ પણ ઓછા થયા છે એટલે મારા પેરેન્ટ્સ એ મને શાળામાં જવાની મંજૂરી આપી છે.

ઓનલાઈન લેકચરમાં નેટવર્ક પ્રૉબ્લેમ વધારે થાય છે: વિદ્યાર્થી
ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાન્સ પટેલે વાતચીતમાં જણાવ્યું કે, ઓનલાઈન ભણવામાં મજા નતી આવતી. કેટલીક વાર નેટવર્ક જતું રહે તો ભણવાનું છૂટી જાય. શાળામાં ભણવાની સરળતા રહે અને મજા પણ આવે. મારા પેરેન્ટ્સએ શાળાએ જવાની પહેલા ના પાડી પણ પછી આવી તકલીફ પડતી હતી એટલે કીધું કે, શાળા એ જઈને અભ્યાસ કરો તો કઈ છૂટી ન જાય.

ઘરે ઓનલાઈન ભણ્યા બાદ કંટાળો આવતો હતો: વિદ્યાર્થી
ધોરણ 7ના અભ્યાસ કરતા વિધાથી હેત પટેલે વાતચીતમાં જણાવ્યું કે, ઓનલાઈન લેક્ચર બાદ અમે ઘરે કંટાળી જતા હતા હવે શાળામાં ભણીશું સાથે મિત્રો સાથે રમીશું તો મજા આવશે. ઘણા લાંબા સમય બાદ મિત્રો સાથે મળીને ઘણી વાતો પણ કરીશું સાથે કોરોના હજી પણ છે તો તકેદારી પણ રાખવી પડશે. અમને મારા પેરેન્ટ્સ અને શિક્ષકો એ કોરોના અંગે જે સૂચના આપી છે તેનું પાલન કરીશું.

વિદ્યાર્થીઓને અભ્યાસ સરળતાથી શાળામાં મળી શકે: શિક્ષક
શાળાના શિક્ષક કિંજલ જોષીએ વાતચીતમાં જણાવ્યું કે, અમને ઘણો આનંદ થાય છે કે આજે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે. અંદાજીત 40 ટકા વિદ્યાર્થીઓ આવ્યા છે પણ આવનારા દિવસોમાં આ સંખ્યા વધશે એવી અમને આશા છે શાળા માં કોરોનાની SOP મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે વાલીના સંમતિ પત્ર હોય તો જ વિદ્યાર્થીને અમે શાળામાં પ્રવેશ આપીયે છે એક શિક્ષક તરીકે મારુ માનવું છે કે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઓફલાઇન શિક્ષણ સરળ રહે છે કારણ કે તેઓ કોઈ પ્રશ્ન હોય તો તરત વર્ગમાં પૂછી શકે છે પરંતુ ઓનલાઈન કલાસમાં તેઓ પ્રશ્ન પૂછતાં મૂંઝાઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post