• Home
  • News
  • ST વોલ્વોમાં ચાઈનીઝ ટાયરથી 6 મહિનામાં 22 વખત બ્રેકડાઉન
post

કોન્ટ્રાક્ટરે ISI માર્કાના ટાયરને બદલે ચાઈનીઝ ટાયર ફીટ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 10:23:35

અમદાવાદ: ગુજરાત એસટી નિગમ ખાનગી ઓપરેટરોની વોલ્વો બસ ભાડે લઈ દોડાવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો પેસેન્જરોના જીવના જોખમે રૂપિયા કમાવવા બસોમાં સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કાના ટાયરને બદલે ચાઈનીઝ ટાયરનો ઉપયોગ કરતા નિગમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. એપ્રિલ 2019થી સપ્ટેમ્બર 2019ના 6 મહિનામાં બસોમાં બ્રેકડાઉનની 22 ઘટના બની હતી. નિગમના અધિકારીઓ બસ ઓપરેટરને નોટિસ આપ્યા બાદ નિષ્ક્રિય થઈ ગયા છે.


થોડા સમય પહેલા નિગમના અધિકારીઓએ કોન્ડુસ્કર કંપનીની 25 વોલ્વો બસોની ચકાસણી કરાતા તેમાં અનેક ખામી જણાઈ હતી. કંપનીએ બસોમાં ચાઈનીઝ ટાયર ફીટ કર્યા છે. બાબતની ગંભીર નોંધ લઈ નિગમના અધિકારીઓએ કંપનીને નોટિસ આપી 3 દિવસમાં ટાયરો દૂર કરવા જણાવ્યું હતું.


6
મહિનામાં 142 ટ્રીપ રદ કરવી પડી હતી
પેસેન્જરોની સુવિધા માટે શરૂ કરાયેલી વોલ્વો બસના સંચાલકો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. એપ્રિલ 2019થી સપ્ટેમ્બર 2019 દરમિયાન 142 વોલ્વોની ટ્રિપ રદ કરવાની એસટી નિગમને ફરજ પડી હતી. નિગમને 12.60 લાખ રૂપિયાનું નુકસાન પણ ભોગવવું પડ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post