• Home
  • News
  • બ્રિટનમાં 12 ડિસેમ્બરે આમ ચૂંટણી થશે
post

બ્રિટનમાં 12 ડિસેમ્બરે ચૂંટણી થશે વડાપ્રધાન બોરિસ જોનસને સમય પહેલા ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 15:23:24

લંડનઃ બ્રિટનમાં 12 ડિસેમ્બરે ચૂંટણી થશે. વડાપ્રધાન બોરિસ જોનસને સમય પહેલા ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 418 અને વિરોધમાં માત્ર 20 સાંસદોએ વોટ કર્યો. વિપક્ષી લેબર પાર્ટીએ પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. પ્રસ્તાવને અગામી સપ્તાહે સંસદની મંજૂરી મળી શકે છે. બાદમાં સદનને ભંગ કરવામાં આવશે.

બીબીસીના રિપોર્ટ મુજબ, જનરલ ચૂંટણીના પરિણામ 13 ડિસેમ્બરે આવશે. બ્રિટનમાં છેલ્લા પાંચ વર્ષમાં આ ત્રીજી જનરલ ચૂંટણી છે.

1923 બાદ પહેલી ડિસેમ્બરે જનરલ ચૂંટણી થશે. આ અંગે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બને ટ્વિટ કર્યું- ફેરફારનો આ યોગ્ય સમય છે. મેં હમેશાં કહ્યું છે કે અમે ચૂંટણી માટે તૈયાર છે. પ્રસ્તાવ પાસ થવા પર જોનસને કહ્યું કે આપણા દેશમાં લોકતંત્રના સન્માનને પુન:સ્થાપિત કરવાની આ એક રીત છે.

યુરોપીય સંસદે બ્રેક્ઝિટ એટલે કે બ્રિટનની અલગ થવાની સમય સીમા 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. જો બ્રિટિશ સાંસદ 31 જાન્યુઆરી પહેલા કોઈ કરારને મંજૂર કરી દે છે તો બ્રિટન ઈયુમાંથી અલગ થઈ શકે છે. નવા કરારો મુજબ, યુકેને નક્કી તારીખ માટે ફ્લેક્સિબલ એક્સટેન્શન મળ્યું છે. તેનો અર્થ એ છે કે 31 જાન્યુઆરી સુધી યુકે હવે ઈચ્છે છે તો ઈયુમાંથી બહાર થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post