• Home
  • News
  • Budget 2023: સિનીયર સિટીઝનને મોટી રાહત, 30 લાખ રૂપિયા સુધી ડિપોઝીટ કરવાની છૂટ
post

નિર્મલા સીતારમણ સતત 5 વખત બજેટ રજૂ કરનારા પાંચમા મંત્રી બની ગયા છે. તેમની પહેલાં પાંચ વખત બજેટ રજૂ કરનારા નેતાઓમાં અરૂણ જેટલી, પી.ચિદમ્બરમ, યશવંત સિંહા, મનમોહન સિંહ અને મોરારજી દેસાઈનો સમાવેશ થાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 17:38:01

નવી દિલ્લી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરતાં સેવિંગ્સ સ્કીમ સાથે જોડાયેલ અનેક મહત્વની જાહેરાત કરી છે. આ કડીમાં સિનિયર સિટીઝનને પણ રાહત આપવામાં આવી છે. સરકારે વરિષ્ઠ નાગરિક બચત યોજનાની મહત્તમ ડિપોઝીટ લિમિટને વધારીને 30 લાખ રૂપિયા કરી દીધી છે. જે પહેલાં 15 લાખ રૂપિયા હતી. તેનો અર્થ એ થયો કે હવે સિનિયર સિટીઝન હવે પોતાની ડિપોઝીટને બેગણી કરી શકે છે. આ યોજના અંતર્ગત સરકાર 8 ટકા વ્યાજ આપે છે. તે અંતર્ગત ડિપોઝીટર્સ 5 વર્ષની મેચ્યોરિટીના સમય પછી ત્રણ વર્ષના વધુ એક સમય માટે વિસ્તાર કરી શકે છે.

 

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમને સિંગલ એકાઉન્ટ માટે 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ્સ માટે 15 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. નાણા મંત્રીએ 2 વર્ષના સમય માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો પ્રસ્તાવ આપ્યો છે. જેમાં મહિલાઓ 2 વર્ષના સમય માટે 7.5 ટકાના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકશે.

 

મોદી સરકારનું છેલ્લું બજેટ:

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આઝાદ ભારતમાં સતત પાંચ વખત બજેટ રજૂ કરનારા પાંચમા મંત્રી છે. જોકે મહિલા નાણા મંત્રી તરીકે તેમણે રેકોર્ડ બનાવી દીધો છે. તે સિવાય 5 બજેટ અને બજેટ ભાષણ આપનારા નેતાઓમાં અરૂણ જેટલી, પી.ચિદમ્બરમ, યશવંત સિંહા, મનમોહન સિંહ અને મોરારજી દેસાઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post