• Home
  • News
  • હોટેલોમાં બૂફે બંધ, ફક્ત ટેબલ પર જ ભોજન પીરસાશે રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ રૂમની કેપેસિટી અડધી કરી દેવાશે
post

ફરી શરૂ થવાની મંજૂરી મળ્યા બાદ હોટેલ અને રેસ્ટોરાંમાં ધરખમ ફેરફારો કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:59:24

રાજકોટ: લૉકડાઉનમાંથી ઘણી છૂટછાટો મળી છે પણ હજુ હોટલ અને રેસ્ટોરન્ટને શરૂ કરવાની પરવાનગી અપાઈ નથી. હોસ્પિટાલિટી બિઝનેસમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. બૂફે બંધ કરી દેવાશે તથા રેસ્ટોરાંની ક્ષમતા પણ અડધી કરી દેવાશે. વેઈટર ગ્લોવ્ઝ અને માસ્ક સાથે સર્વિસ આપશે. આ ઉપરાંત હોટલના ડાઈનિંગની હોલની કેપેસિટી પણ અડધી કરાશે. જે મહેમાનો રોકાયા છે પહેલા તેમને જ ભોજન અપાશે બહારથી જો કોઇ આવે તો તેમણે રિઝર્વેશન કરાવવું પડશે. જે લોકો અલગ શહેર કે દેશથી આવે છે તેમને એરપોર્ટ પરથી જ પિકઅપ કરાશે અને ત્યાં સૌથી પહેલાં હેન્ડ સેનિટાઈઝર અને માસ્ક અપાશે. તેમનો સામાન ડિસઈન્ફેક્ટ કર્યા પછી કારમાં મુકાશે અને હોટલમાં આવતી વખતે પણ ફરી ડિસઈન્ફેક્ટ કરાશે. 


રેસ્ટોરન્ટમાં શું બદલાવ આવશે :

·         પહેલા કરતાં અડધી કેપેસિટીએ ડાઈનિંગ એરિયા ચાલુ કરાશે

·         બુફે સર્વિસ અચોક્કસ મુદત સુધી બંધ જ રહેશે 

·         મેનુ પણ લેમિનેટેડ હશે જેમાંથી વાનગી પસંદ કરાશે

·         ક્યૂ આર કોડ સ્કેન થાય તો સ્માર્ટફોન પર જ મેનુ આવી જશે તેમાંથી પણ ઓર્ડર આપી શકાશે

·         બે ટેબલ વચ્ચે 6 ફૂટ અંતર રખાશે, ટેબલ પર ટેબલ ક્લોથ નહીં હોય 

·         ઓર્ડર અપાય ત્યારે જ ટેબલ ક્લોથ પાથરવામાં આવશે 

·         નેપકીન કપડાને બદલે યુઝ એન્ડ થ્રો હશે

·         પ્લેટ, બાઉલ, ચમચી બધું ઉપયોગ કર્યા બાદ ડિશવોશરમાં સ્ટીમથી સાફ કરીને ઉપયોગમાં લેવાશે.


બુકિંગથી ચેક આઉટ સુધી શું બદલાશે?

·         ફેમિલી સિવાય એક રૂમમાં એક જ વ્યક્તિ રહે તેવો આગ્રહ રખાશે

·         રિઝર્વેશન વખતે જ સેવાઓમાં જે બદલાવ છે તે જણાવવામાં આવશે

·         આઇકાર્ડની ડિજિટલ કોપી આપવી પડશે. પેમેન્ટ પણ ડિજીટલ. 

·         પિકઅપ બાદ ગેસ્ટને માસ્ક, સેનેટાઇઝ આપી ડિસઇન્ફેક્ટ કરાશે. 

·         હોટલમાં તાપમાન ચેક થશે. હેલ્થ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે 

·         રિસેપ્શન એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને બુકિંગ લેવાશે

·         રૂમમાં સાબુ, શેમ્પૂ ઉપરાંત સેનિટાઈઝર અને માસ્ક રખાશે

·         બેડશીટ અને ટૉવેલ્સ, સોફા સ્ટીમથી ડિસઈન્ફેક્ટ કરી ધોવાશે

·         રૂમ ચેકઆઉટ થાય ત્યારે બિલ ડિજિટલ પેમેન્ટથી ચૂકવાશે

·         જો કાર્ડથી ચુકવણું હોય તો તે કાર્ડ ટ્રેમાં મૂકવાનું રહેશે પહેલાં ડિસઈન્ફેક્ટ થશે પછી જ હોટલ સ્ટાફ ટ્રાન્ઝેક્શન કરશે.

યુઝ એન્ડ થ્રો બેડશીટ-ક્લોથ્સ વપરાશે 
ગેસ્ટની સુરક્ષા માટે હોટલમાં રોકાવાની કેપેસિટી અડધી કરી દેવાઈ છે તેમજ બુફે સર્વિસ બંધ છે. આ ઉપરાંત રૂમમાં બેડશીટ કે ક્લોથ છે તે યુઝ એન્ડ થ્રો મટીરિયલના વપરાશે. સ્ટાફને પણ તાલીમ અપાઇ છે.’  – મનસ્વી પ્રજાપતિ, સેલ્સ હેડ સરોવર પોર્ટિકો  


ગેસ્ટને ઝેડ પ્લસ જેવી સુરક્ષા ફિલ થશે’ 
‘
હજુ સરકારની કોઇ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી પણ હોટલ સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે લોકોને ઝેડ પ્લસ સુરક્ષા હોય તેવો અહેસાસ થશે. શહેરની નામાંકિત હોટલો  તેમજ સ્ટાર રેન્કિંગ ધરાવતી તમામ હોટલમાં તેનું પાલન કરાશે.’  - ઉર્વેશ પુરોહિત, (હોટેલ બિઝનેસના નિષ્ણાત)

 

adv

Related News

post
post
post
post
post
post
post