• Home
  • News
  • નરોડાની મહિલા પર બળાત્કાર ગુજારનાર આરોપી બિલ્ડર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી ફરાર
post

બુધવારે સાંજે બિલ્ડરનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:10:14

શહેરનાં નરોડા વિસ્તારમાં પરિણીતાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી બેભાન કરીને તેનો બીભત્સ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારનાર આરોપી બિલ્ડર સુનિલ ભંડારી સિવિલના કોરોના વોર્ડમાંથી ફરાર થઈ ગયો છે. તેની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરીને કોરોના ટેસ્ટ કરાવવા સિવિલ હોસ્પિટલમાં લઇ ગઈ હતી. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે આરોપી સુનિલ વોર્ડમાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડની બહાર કડક પોલીસ જાપ્તો હોય છે ત્યારે આરોપીને ફરાર થઈ ગયો કે કૃષ્ણનગર પોલીસ દ્વારા ભગાડવામાં આવ્યો તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો અને કોવિડ વોર્ડમાં દાખલ કર્યો હતો. જ્યાંથી આજે સવારે ફરાર થઈ ગયો છે. આરોપીને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લગ્નમાં મિત્રની પત્નીને બિલ્ડર મળ્યો હતો બાદમાં તેનો વીડિયો ઉતાર્યો હતો
નરોડામાં રહેતી એક મહિલા તેના પતિ સાથે લગ્ન સમારંભમાં ગઈ હતી. જ્યાં તેના પતિનો મિત્ર સુનિલ ભંડારી તેનો મળ્યો હતો. ઘરે આવ્યા બાદ મિત્રનો ફોન આવ્યો હતો કે, ભાભીએ જે સાડી પહેરી હતી તે સરસ છે મારી પત્ની માટે લેવી છે. આમ કહેતા પતિએ પત્ની સાથે મિત્રની વાત કરાવી હતી. ત્યારબાદ આ બિલ્ડર એવા સુનિલ ભંડારી મહિલાના સંપર્કમાં રહેતો હતો. દરમિયાન એક દિવસ પતિની ગેરહાજરીમાં તે આવ્યો હતો અને મહિલાને ચોકલેટ ખવડાવતા મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાનો વીડિયો ઉતારી બિલ્ડરે ધમકી આપી હતી.

મહિલાએ 3 વ્યક્તિ વિરૂધ્ધ 19મી ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ધીરુભાઈ ભંડારી સહિત ત્રણ શખ્સ વિરૂધ્ધ ગત તા.19મીના રોજ મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં કૃષ્ણનગર પોલીસે સુનિલ ભંડારીને ધરપકડ કરી સાંજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તે આજે સવારે નાસી ગયો હતો. તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post