• Home
  • News
  • પાકિસ્તાન સરહદ પાસે નિયમોને નેવે મૂકી વિશાળ સોલાર એનર્જી પાર્ક બનાવવો રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમી
post

માનીતા ઉદ્યોગગૃહોને દેશની સુરક્ષાના ભોગે જમીનની લ્હાણી સામે કોંગ્રેસની લાલબત્તી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-11 10:47:29

કચ્છ જિલ્લામાં ખાવડા સ્થિત પાકિસ્તાન નજીક અતિ સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદે નિયમોને નેવે મૂકીને સોલાર એનર્જી પાર્કને મંજુરી અપાઈ છે. જે દેશની સુરક્ષા માટે જોખમી છે. એવું માધ્યમોને માહિતી આપતા કોંગ્રેસી આગેવાન આદમ ચાકી જણાવતા ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદે 30 કિલોમીટર સુધી ઉદ્યોગગૃહો કે ખેતી માટે ફાળવવા પ્રતિબંધ છે. પરંતુ, ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે માત્ર અઢીથી 10 કિ.મી. કરતા ઓ છા અંતરે સોલાર એનર્જી પાર્ક માટે ઉદ્યોગગૃહોને 20 વર્ષના ભાડા પટે જમીન ફાળવી દેવાઈ છે. જેનું 15મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરવા આવી રહ્યા છે.

આદમ ચાકીએ વધુમાં ઉમેર્યું હતું કે, અદાણી વિન્ડ એ નર્જી લી. સહિતના ઉદ્યોગગૃહોને પ્રતિબંધિત વિસ્તારમાં હજારો એકર અનસર્વેદ જમીન અાડેધડ રીતે સુરક્ષા અને સલામતીના નિયમોનો ભંગ કરીને નજીવા દરથી વીસ વર્ષ માટે ભાડા કરારથી જમીનો આપવામાં અાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાવડાથી આગળ જતા ઈન્ડિયા બ્રીજ, મોટીબેટ, ધર્મશાળા, ચીડિયામોર, કરીમશાઈ, સરદાર ચોકી, વિઘાકોટ, બેડિયાબેટ, મોહનચોકી સહિતની ભારતની સુરક્ષા ચોકીઓ આવેલી છે. જે ચોકીઓ ઉપર ભારતની ફોજ દિવસ રાત ચોકી પહેરો ભરે છે. સામાન્ય સંજોગોમાં આ વિસ્તારમાં કોઈ અપવાદ, ખાસ કિસ્સા અને બી.એસ.એફ.ની વિશેષ પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશવાની પણ સખત મનાઈ છે. રમેશ ગરવાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યા પછી સુરક્ષાકર્મીઓ સિવાય કોઈના રોકાણ કે પ્રવેશ પર મનાઈ છે. ત્યારે અતિ સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારમાં સોલાર એનર્જી પાર્કના નામે ફાળવાયેલી જમીનના પગલે લોકોની અવરજવર વધશે. જેના લીધે સુરક્ષાનો વિકટ પ્રશ્ન ઊભો થશે. હનીફ ચાકીએ કાયદાકીય જોગવાઈ અને એ દિશામાં કાર્યવાહી પર પ્રકાશ પાડ્યો હતો. રસીદ સમા, ઈમરાન મેમણ અને ઘનશ્યામસિંહ ભાટ્ટી હાજર રહ્યા હતા.

કલેકટરે ગાંધીનગર ગૃહ વિભાગને શું કહ્યું
2017
ની 1લી જુલાઈના કલેકટરે ગાંધીનગર ગૃહ વિભાગના સેકશન અધિકારીને પત્ર લખી જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદથી 80 કિ.મી.ના વિસ્તારમાં રોડ, રસ્તા, બાંધકામ કરતા પહેલા મંજુરી મેળવવાની રહે છે. જે નોંધમાં દર્શાવ્યા મુજબ અગાઉ બી.ઓ.પી. સરહદી વિસ્તારના અંદરના ભાગમાં હોવાથી 80 કિ.મી.ના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે ગણવામાં આવેલ. પરંતુ, હાલે તમામ બી.ઓ.પી. સરહદની ખૂબ જ નજીક હોઈ અને બોર્ડરને ફેન્સિંગ કરવામાં આવેલ હોઈ સદર પ્રતિબંધિત વિસ્તારની હદ 80 કિ.મી.થી ઘટાડીને 10થી 20 કિ.મી. રાખવાનું પર્યાપ્ત જણાતું હોવાનો મત રજુ થયેલ છે.

પરંતુ, તે અંગે ટાસ્ક ફોર્સ રચી તે અંગે સરકારને અહેવાલ કરવા સૂચના થયેલ. જે મુજબ અમલવારી થયેલ ન હોઈ હાલે પ્રતિબંધિત વિસ્તાર તરીકે 80 કિ.મી.ને ગણવાનો રહે. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના સંદર્ભિત પત્રનો હવાલો આપતા ઉમેર્યું છે કે, અરજદારની કચ્છના મોટા રણ વિસ્તાર પૈકીની જમીન હેકટર 47.00.00 આરે વાળી વિન્ડફાર્મના હેતુ માટે ભાડા પટ્ટે મળવાની માગણી કામ રજુ થયેલ નકશા મુજબની સૂચિત જમીન ઈન્ડો પાક સરહદથી આશરે 10 કિ.મી.ના અંતરે આવેલ હોવાનું જણાવેલ છે. જે સંદર્ભે બી.એસ.એફ.નો અભિપ્રાય મેળવવા આવેલ. પરંતુ, તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરી મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મારફતે ના વાંધા પ્રમાણપત્રલેવાનું જણાવ્યું છે, જેથી દરખાસ્ત કરવામાં આવેલ હતી. કાર્યપાલક ઈજનેરના અભિપ્રાય મુજબ ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 10 કિ.મી.ના અંતરે આવેલ છે.

કચ્છીઓને વીજળીનો 50 ટકા હિસ્સો અડધા ભાવે આપો
કોંગ્રેસી આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 3 માગણીઓ મૂકી છે, જેમાં (1) ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની અાંતરરાષ્ટ્રીય સરહદ પરના સૂચિત સોલાર એનર્જી પાર્કના બાંધકામ સહિતના તમામ પ્રકારના કામકાજ ઉપરાંત પ્રોજેકટ શરૂ થાય ત્યારે પ્રથમ ખાવડા અને ભુજ તાલુકાના ત્યારબાદ કચ્છ જિલ્લા અને ત્યારબાદ ગુજરાત રાજ્યના લોકોને અગ્રતા અને પ્રાધાન્ય આપવામાં આવે. (2) ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરના સૂચિત સોલાર એનર્જી પાર્કના નિર્માણ બાદ દેશની સુરક્ષા ધ્યાને લઈ દેશની, ગુજરાતની અને કચ્છ જિલ્લા અને કચ્છ જિલ્લાના રહેવાસીઓની સુરક્ષા અને સલામતીનો વિશેષ ધ્યાન રાખવામાં આવે. (3) ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની અાંતરરાષ્ટ્રીય સરહદ પરના સૂચિત સોલાર એનર્જી પાર્ક શરૂ થાય ત્યારે આ સોલાર પાર્કમાંથી ઉત્પન્ન થતારા વીજળી સરહદી કચ્છ જિલ્લામાં વસવાટ કરતા તમામ લોકોને 50 ટકા અડધા ભાવે વિશેષ પ્રકારના પેકેજ સાથે આપવામાં આવે.

ડી.આઈ.એલ.આરની નોંધ
2017
ની 7મી ડિસેમ્બરે કલેકટરને લખેલા પત્રમાં નોંધ મૂકિ હતી કે, માગણીવાળો વિસ્તાર રાષ્ટ્રીય સરહદથી 15 કિ.મી.ના વિસ્તારમાં આવી જાય છે. સદરહુ વિસ્તાર અદાણી એન્ટરપ્રાઈઝ લી.ના માંગણીવાળા મપાયેલા વિસ્તાર સાથે ઓવરલેપ થાય છે.

આર. એન્ડ બી.એ ધ્યાન ખેંચ્યું
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે 2017ની 2જી નવેમ્બરે કલેકટરને પત્ર લખી ધ્યાન ખેંચ્યું હતું કે, મે. મહોબા સોલાર (યુ.પી.) પ્રા.લી. અમદાવાદ, મે. ગયા સોલાર (બિહાર) પ્રા. લી. અમદાવાદ, મે. સામી સોલાર (ગુજરાત) પ્રા.લી. અમદાવાદ, મે. કિલાજ સોલાર (મહારાષ્ટ્ર) પ્રા. લી. અમદાવાદની માંગણીવાળી જમીન ઈન્ડો પાક બોર્ડરથી આશરે 10 કિ.મી.ના અંતરે આવેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post