• Home
  • News
  • આખલાએ યુવકોને 'યમરાજ' યાદ કરાવી દીધા:મીઠી નીંદર માણી રહેલા યુવકને વીફરેલા આખલાએ શિંગડે ભરાવી ફંગોળ્યો, ટેબલે બચાવ્યો જીવ, જુઓ હચમચાવી દેતાં દૃશ્યો
post

પાટણ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને પગલે અગાઉ અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:12:15

પાટણ નજીક સરિયદ ગામે એક કોમ્પ્લેક્સ બહાર રાત્રે સૂતેલા બે યુવક પર આખલાએ અચાનક હુમલો કર્યો હતો, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ બેમાંથી એક યુવકને તો આખલાએ શિંગડે ભરાવ્યો હતો. એ બાદ યુવકને બે-ત્રણ વખત ફેરવી પછાડ્યો હતો, જેથી યુવકને ઈજા પહોંચી હતી. જોકે યુવકે છેલ્લે સુધી ટેબલને પકડી રાખ્યું હતું, જેથી એક ટેબલના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાના હચમચાવતાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં.

યુવકો કંઈ સમજે એ પહેલાં જ આખલાએ હુમલો કર્યો
પાટણ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને પગલે અગાઉ અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે પાટણ નજીક સરિયદ ગામેથી આખલાના આંતકનો એક હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે, જેમાં બે યુવકો કોમ્પ્લેક્સની બહાર રાત્રે આરામથી મીઠી નીંદર માણી રહ્યા હતા. એ દરમિયાન અચાનક એક આખલો ત્રાટક્યો હતો. ત્યારે યુવકો કંઈ સમજે એ પહેલાં જ આખલાએ એક યુવકને શિંગડે ભરાવ્યો હતો. એ બાદ તે યુવકને બે-ત્રણ વખત ઘુમાવ્યો હતો.

મહામુસીબતે બન્ને યુવક આખલાથી છુટકારો મેળવવામાં સફળ રહ્યા
આ દરમિયાન અન્ય યુવકે આ યુવકને આખલાથી છોડાવવા અનેક પ્રયાસ કર્યા હતા. યુવકે છેલ્લે સુધી એક ટેબલને પકડી રાખ્યું હતું. ત્યારે આખલાએ તે યુવકને ફંગોળી નાખ્યો હતો. એ બાદ પણ આખલાનો આતંક અટક્યો નહોતો. બન્ને યુવક જીવ બચાવવા ત્યાથી ભાગવા જતાં આખલો પણ તેની પાછળ પાછળ ભાગ્યો હતો. જોકે અંતે મહામુસીબતે બન્ને યુવક આખલાથી છુટકારો મેળવવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

બન્ને યુવકો શાકભાજી વેચવા આવ્યા હતા
લાલભાઈ સુરેશભાઈ પટ્ટણી અને રમેશભાઈ પટ્ટણી નામના યુવકો પર આખલાએ હુમલો કર્યો હતો. ત્યારે લાલભાઈને ઈજા પહોંચી હતી. આ બન્ને યુવક સરિયદ ગામમાં શાકભાજી વેચવા માટે આવ્યા હતા. આખલાના હુમલાથી યુવકને ઈજા પહોંચતાં સરિયદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post