• Home
  • News
  • રાહુલ ગાંધીની હાર્વર્ડના પ્રોફેસર સાથે ચર્ચા : બર્ન્સે કહ્યું- કોરોના સંકટમાં મોદી, ટ્રમ્પ અને જિંગપિંગ પાસે સાથે મળીને કામ કરવાની તક હતી
post

રાહુલ ગાંધી કોરોના ઉપર અલગ-અલગ ફીલ્ડના એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 12:08:44

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા કરી હતી. શુક્રવાર સવારે 10 વાગ્યે તેનો વીડિયો જાહેર કરાયો હતો. બર્ન્સે કહ્યું કે ભારત અને અમેરિકા વિશ્વમાં બે મોટા લોકશાહી દેશ છે. આપણા સૈન્ય સંબંધો મજબૂત થયા છે. બન્નેએ એકબીજા માટે પોતાના દરવાજા ખુલા રાખવા જોઈએ. બર્ન્સ હાલ હાર્વર્ડ યૂનિવર્સિટીમાં ડિપ્લોમેસી એન્ડ ઈન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર છે.

બર્ન્સે મુદ્દા ઉપર વાત કરી
1.
કોરોના સંકટમાં સાથે મળીને કામ ન કર્યું
જો ભવિષ્યમાં કોઈ મહામારી આવશે તો બન્ને દેશ સાથે મળી ગરીબો માટે ઘણું કરી શકે તેમ છે. કોરોના સંકટમાં મોદી, ટ્રમ્પ અને શી જિંગપિંગ પાસે સાથે મળીને કામ કરવાની તક હતી. મને લાગે છે કે આગામી સંકટ આવશે તો સારું કામ થશે.

2. ચીન-અમેરિકા સંબંધ
અમે ચીન સાથે સંઘર્ષ નથી ઈચ્છતા. અમે પોતાની જાતને ચીનથી અલગ ન રાખી શકીએ. હું હિંસા વગર એકબીજાને સહયોગ કરીને કોમ્પિટીશનના પક્ષમાં છું.

3. ચીન ઘણું છુપાવતું રહ્યું
લોકો કહી રહ્યા છે કે ચીન કોરોના સામે જીતી રહ્યું છે, પરંતુ ભારત અને અમેરિકા જેવા લોકશાહી દેશોની સરખામણીમાં ચીનમાં નિખાલસતાનો અભાવ છે.

4. અહિંસા ભારતની પરંપરા
પોતાની જાતે પોતાને ઠીક કરવાનો ભાવ આપણા DNAમાં છે. લોકશાહીમાં આપણે આ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં બેલેટ બોક્સ દ્વારા હલ કરીએ છીએ. આપણે હિંસા તરફ નથી વળતા, આ ભારતીય પરંપરા છે. જેના કારણે અમે શરૂઆતથી જ ભારતને પ્રેમ કરીએ છીએ.

જાતીવાદનું પુન:આગમન
અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મરવું તે એક ભયાનક ઘટના હતી. છેલ્લા 100 વર્ષમાં માર્ટિન લૂથર કિંગ જૂનિયર અમેરિકાના મહાન વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. તેમણે અમેરિકાનો ઘણો વિકાસ કર્યો. મહાત્મા ગાંધી તેમના આદર્શ હતા અમે આફ્રિકન-અમેરિકન બરાક ઓબામાને પ્રેસિડન્ટ તરીકે ચૂંટ્યા હતા. પરંતુ હવે જાતીવાદ પરત આવતો દેખાય છે. આફ્રિક્ન-અમેરિકીઓ સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે.

ટ્રમ્પ સત્તાવાદી છે
ડોનાલ્ડ ટમ્પ પોતાને એક ઝંડામાં લપેટી રહ્યા છે. તેઓ કહે છે કે, તેઓ એકલા જ બધી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. મને લાગે છે કે, તેઓ ઘણાં બધા મુદ્દે સત્તાવાદી છે, પરંતુ અમારા દેશનો પાયો મજબૂત છે.

અમેરિકા અપ્રવાસીઓનો દેશ
પોલીસના દમનના કારણે જ્યોર્જ ફ્લોયડના મોત વિરુદ્ધ અમેરિકાના લાખો લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ તેમની સાથે આતંકીઓ જેવો વ્યવહાર કરે છે. આ વિશે રાજકીય ચર્ચા થવી જોઈએ કે અમે કોણ છીએ? અમારા દેશની ઓળખ શું છે? અમે અપ્રવાસી અને સહિષ્ણુ દેશ છીએ?

દોઢ મહિનામાં છઠ્ઠા એક્સપર્ટ સાથે ચર્ચા
કોરોના અને તેની અસરને લઈને રાહુલ ગાંધી અલગ-અલગ ફિલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ સાથે ડિસ્કસ કરી રહ્યા છે. ચર્ચા પછી રેકોર્ડેડ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરાયો હતો. નિકોલસ બર્ન્સે પહેલા રાહુલ ગાંધી લગભગ દોઢ મહિનામાં 5 એક્સપર્ટ સાથે વાત કરી ચૂક્યા છે.

30 એપ્રિલ: RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા થઈ. રાજને કરહ્યું કે ગરીબોની મદદ માટે 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની જરૂર.

5 મે: અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે વાતચીત કરી. બેનર્જીએ કહ્યું કે કોરોનાની આર્થિક અસરને જોતા મોટા આર્થિક પેકેજની જરૂર છે.

27 મે: રાહુલે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર આશીષ ઝા અને સ્વીડનના કેરોલિંસકા ઈન્સ્ટીટ્યુટના પ્રોફેસર જોહાન ગિસેક સાથે ચર્ચા કરી હતી. પ્રોફેસર જાએ કહ્યું હતું કે કોરોનાની વેક્સીન આગામી વર્ષમાં આવશે તેવી આશા છે. પ્રોફેસર જોહાને કહ્યું હતું કે ભારતમાં સોફ્ટ લોકડાઉન હોવું જોઈએ. લોકડાઉન કડક હશે તો અર્થવ્યવસ્થા ઝડપથી બરબાદ થશે.

4 જૂન: બજાજ ઓટોના MD રાજીવ બજાજ સાથે વાતચીત થઈ હતી. બજાજે કહ્યું હતું કે લોકડાઉનમાં સંક્રમણ તો અટક્યું નહીં પરંતુ અર્થવ્યવસ્થા અટકી ગઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post