• Home
  • News
  • બટલરે સતત બીજી તથા સીઝનની ત્રીજી સદી ફટકારી, 9 ચોગ્ગા તથા 9 છગ્ગા મારી બોલર્સને ધોઈ નાખ્યા
post

બટલર RR માટે દરેક સિઝનની વાત કરીએ તો કુલ 4 સદી મારનારો પહેલો ખેલાડી બન્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-23 15:59:07

મુંબઈ: IPL 2022ની 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં ટોસ હાર્ય પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. જેમાં જોસ બટલરે સતત બીજી તથા સિઝનની ત્રીજી સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. તેણે આ દરમિયાન 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.

બટલરનું શાનદાર ફોર્મ યથાવત્
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરે આ મેચમાં પણ આક્રમક અંદાજે બેટિંગ કરી છે. તેણે 57 બોલમાં આ IPL સિઝનની સતત બીજી તથા અત્યારસુધીની ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન બટલરે કુલ 65 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની સહાયથી 116 રન કર્યા છે.

·         જોસ બટલરની આ સિઝનમાં આ સતત બીજી સદી છે.

·         IPLમાં બટલરની આ ચોથી અને T-20 ક્રિકેટમાં 5મી સદી છે.

·         જોસે DC સામે પહેલી વાર 100+ રન કર્યા છે.

·         બટલર RR માટે દરેક સિઝનની વાત કરીએ તો કુલ 4 સદી મારનારો પહેલો ખેલાડી બન્યો છે.

·         જોસ બટલરે આ સિઝનની 8 ઇનિંગ્સમાં 491 રન કર્યા છે.

 

જોસ બટલરનું IPL 2022માં પ્રદર્શન

·         35 રન VS સનરાઈઝર્સ હૈદરાબાદ

·         100 રન VS મુંબઈ ઈન્ડિયન્સ

·         70* રન VS રોયલ ચેલેન્જર બેંગલોર

·         13 રન VS લખનઉ સુપર જાયન્ટ્સ

·         54 રન VS ગુજરાત ટાઈટન્સ

·         103 રન VS કોલકાતા નાઈટ રાઈડર્સ

·         116 રન VS દિલ્હી કેપિટલ્સ

બટલર અને પડ્ડિકલની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ
જોસ બટલર અને દેવદત્ત પડ્ડિકલે પહેલી વિકેટ માટે 155 રનની પાર્ટનરશિપ કરી હતી. આ આક્રમક પાર્ટનરશિપ ખલીલ અહેમદે પડિક્કલ (54)ને આઉટ કરીને તોડી હતી. જોકે, આ જોડીને તોડવા માટે દિલ્હીને લાંબી રાહ જોવી પડી હતી. IPLમાં RR માટે આ સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે.

·         બટલર અને પડિકલની આ પહેલી 100+ની પાર્ટનરશિપ હતી.