• Home
  • News
  • બટલરની ઇમોશનલ સ્પીચ:14 વર્ષના વનવાસ બાદ RR IPL ફાઇનલમાં, બટલરે વોર્નને યાદ કરી કહ્યું- 'આજે તેમને અમારા પર ગર્વ થતો હશે'
post

14 વર્ષ પછી રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે. તો આ હારની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું ફરી એક વખત ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-28 17:23:37

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ક્વૉલિફાયર-2 રમાઈ ગઈ. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે જોસ બટલરના 112 રનની મદદથી RCB પર સહેલાયથી જીત મેળવી. આ જીતની સાથે રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. નોટઆઉટ 112 રન બનાવનાર જોસ બટલર મેન ઓફ ધ મેચ બન્યો. તો સોશિયલ મીડિયા પર ફેન્સ પણ જોસ બટલરનાં ભરપૂર વખાણ કરે છે. પોતાની શાનદાર ઈનિંગ બાદ રાજસ્થાન રોયલ્સને જીત અપાવનાર જોસ બટલરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

IPL ફાઈનલમાં રમવા માટે ઉત્સાહિત છું
જોસ બટલરે કહ્યું- આ સીઝનમાં ઘણી જ ઓછી આશા સાથે આવ્યો હતો, પરંતુ એનર્જીમાં કોઈ જ ઊણપ ન હતી. ફાઈનલ મેચ રમવાનો અનુભવ શાનદાર રહેશે. આ સીઝનમાં વચ્ચે દબાણ અનુભવતો હતો. લગભગ એક સપ્તાહ પહેલાં મારી આજુબાજુના લોકોને પણ જણાવ્યું હતું. તે લોકોએ મારી મદદ કરી, જે પછી હું સારા માઈન્ડ સેટ સાથે કોલકાતા ગયો.

શેન વોર્નને ટ્રિબ્યૂટ આપવાની ઈચ્છા
રાજસ્થાન રોયલ્સના ઓપનરે કહ્યું હતું કે મારી તમામ સ્થિતિ અનુકૂળ નથી હોતી. આવી સ્થિતિમાં ખોટો શૉટ મારીને આઉટ થઈ જાઉં છું, પરંતુ કુમાર સંગકારાએ મને કહ્યું હતું કે તમે જેટલો સમય વિકેટ પર પસાર કરશો એટલું જ તમે સારું રમી શકશો. બટલરે એમ પણ કહ્યું હતું કે IPL ટી-20 ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. આ ટૂર્નામેન્ટની ફાઈલનમાં રમવા માટે ઘણો જ ઉત્સાહિત છું.
બટલરે વોર્નને યાદ કરતાં કહ્યું હતું કે શેન વોર્ન રાજસ્થાન રોયલ્સના ખૂબ મજબૂત ખેલાડી હતા. વોર્ને તેમની કેપ્ટનશિપમાં ટીમને પહેલી સીઝનમાં જીત અપાવી હતી. અમે તેમને ખૂબ મિસ કરીએ છીએ। આજે મને વિશ્વાસ છે કે તેઓ અમને ખૂબ ગર્વથી જોતા હશે.

તેણે શેન વોર્નને યાદ કરતાં કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ પહેલાં કેપ્ટન શેન વોર્નને આ ટીમ સાથે ઘણો જ લગાવ હતો. અમે તેમને મિસ કરી રહ્યા છીએ. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ફાઈનલ જીતીને રાજસ્થાન રોયલ્સ પોતાનો બીજો ખિતાબ જીતીને શેન વોર્નને ટ્રિબ્યૂટ આપવા માગશે. શેન વોર્નનું થાઈલેન્ડમાં નિધન થયું હતું. 52 વર્ષના શેન વોર્ને કુલ 145 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન વોર્ને 25.41ની સરેરાશથી 708 વિકેટ લીધી હતી અને વર્ષ 2008માં IPLનો પહેલો ખિતાબ રાજસ્થાનની ટીમને શેન વોર્ને જ અપાવ્યો હતો.

મેન ઓફ ધ મેચ બન્યો બટલર
14
વર્ષ પછી રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે. તો આ હારની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું ફરી એક વખત ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું છે. ત્યારે હવે રોયલ ચોકર્સ બેંગલોર તરીકે સોશિયલ મીડિયામાં તેની મજાક પણ થઈ રહી છે. રાજસ્થાનની ટીમના ક્વૉલિફાયર-2ની જીતના હીરો જોસ બટલરે સિક્સ મારી પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 60 બોલમાં નોટઆઉટ રહીને 106 રન બનાવ્યા. આ ઈનિંગમા તેણે 10 ફોર અને 6 સિક્સ મારી હતી, જે બેંગલોરની આખી ટીમ કરતાં ફટકારેલી ફોર-સિક્સ કરતાં વધુ છે. આ ઈનિંગની સાથે જ બટલર એક સીઝનમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલીની સાથે સંયુક્ત રૂપે પહેલા નંબરે પહોંચી ગયો છે.