• Home
  • News
  • પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ નહીં તોડનારા બિલ્ડિંગોની બીયુ પરમિશન રદ
post

બે દિવસમાં 125 બિલ્ડિંગનો સરવે, 54 બિલ્ડિંગના 290 યુનિટને સીલ મારી દેવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-03 11:30:17

અમદાવાદ: અમદાવાદમાં કોમ્પ્લેકસોના પાર્કિંગમાં દુકાનો કે અન્ય યુનિટો બનાવનારી બિલ્ડિંગોને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીલ મારેલા બિલ્ડિંગોમાં ગેરકાયદે બાંધકામો જે તે બિલ્ડર તોડશે નહીં તો તેમની બીયુ પરમિશન રદ કરવાનો આદેશ મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કર્યો છે. બે દિવસમાં મ્યુનિ. 125 બિલ્ડિંગોની તપાસ કરી હતી જેેમાંથી 54 બિલ્ડિંગોના 290 યુનિટ સીલ કરાયા છે. જેમાં બેઝમેન્ટમાં પાર્કિંગના બદલે દુકાનો કે અન્ય પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ છે.


મ્યુનિ. કમિશનરેવાતચીતમાં કહ્યું કે, જે બિલ્ડિંગોના પ્લાનમાં પાર્કિંગની જગ્યા બતાવી છે તે નહીં હોય તેવા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં માત્ર તેમની સામે નોટિસ કાઢી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પછી પણ તેઓ બાંધકામ દૂર નહીં કરે તો બીયુ રદ કરી દેવાશે.


ઈમ્પેકટ ફી ના કાયદા અંતર્ગત મંજૂર કરવામાં આવેલી પાર્કિંગની અરજીઓ પણ ફરીથી રીફર કરવા માટે તેમજ ખોટી રીતે મંજૂર થઈ હોય તેવી અરજીઓ સામે પણ તપાસ કરી બીયુ રદ કરવા સુધીના આદેશો મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. તમામ ઝોનમાં તમામ ટીડીઓને અંગે સરવે કરી હાલમાં સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈમ્પેકટ ફી માં કટ ઓફ ડેટ પછીના જે બાંધકામો મંંજૂર થયા છે તેમાં સૌથી વધુ અરજી પાર્કિંગના સ્થાને જે બાંધકામો થઈ ગયા તેની હતી પણ તેને પણ મ્યુનિ.દ્વારા માન્યતા આપી દેવામાં આવી છે. હવે બિલ્ડિંગોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ જે તે સમયે પ્રકારની અરજીઓ માટે 130 કરોડ રૂપિયા મ્યુનિ. ફી પેટે લીધા હતા.


બિલ્ડિંગમાં પાર્કિંગનું સર્ટિ આપવું પડશે
શહેરમાં કુલ સાત ઝોનના સાત ડેપ્યુટી ટીડીડીઓએ હવે તેમના ઝોનના તમામ બિલ્ડિંગોમાં પાર્કિંગની પ્રોપર જગ્યા છે અને તે જગ્યાનો પાર્કિંગ સિવાય અન્ય કોઈ પણ હેતુસર વપરાશ થતો નથી તેવુ પ્રમાણપત્ર દરેક ડેપ્યુટી ટીડીઓએ આપવાનું રહેશે. પ્રમાણપત્રની ખરાઈ અને સુપરવિઝન આસિ.કમિશનરોને કરવા માટે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ તાકીદ કરી છે.
બે દિવસની કામગીરી

ચેકિંગ

સીલ

જગ્યા ખુલ્લી કરી

125

290

2956 (ચો.મી)

adv

Related News

post
post
post
post
post
post
post