• Home
  • News
  • કેપ્ટન કૂલની સેના તૈયાર:IPL-14 ફેઝ-2 માટે ધોની એન્ડ કંપની રવાના, UAEમાં ટીમનો વિનિંગ રેકોર્ડ 53%
post

IPL-14ના સસ્પેન્શન પહેલા ચેન્નાઈની ટીમ ખૂબ જ સારી લયમાં જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-14 17:00:43

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ શુક્રવારે UAE જવા રવાના થઈ હતી. IPL-14ના ફેઝ-2ની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન UAEમાં રમાશે. CSKએ ફેન્સને UAE જવાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. જેમાં એમણે સૂટકેસ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર શેર કરી હતી.

ચેન્નઈ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આવશ્યકતા
ગયા વર્ષે IPL-13ની તમામ મેચ UAEમાં રમાઈ હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સે સમગ્ર સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ટીમ તેની 14માંથી માત્ર 6 મેચ જીતી શકી અને પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી. આ વખતે, CSK ટીમ UAEના મેદાન પર તેમનું પ્રદર્શન સુધારવા કોશિશ કરશે.

IPL-14ના સસ્પેન્શન પહેલા ચેન્નાઈની ટીમ ખૂબ જ સારી લયમાં જોવા મળી હતી અને ટીમે સાતમાંથી પાંચ મેચ જીતી હતી.

UAEમાં CSKની ટીમનું પ્રદર્શન
જો આપણે UAEના મેદાન પર CSKના એકંદર પ્રદર્શન પર નજર કરીએ તો ટીમે 19 મેચમાંથી 10 મેચ જીતી છે, જ્યારે ટીમને 9મા હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલી મેચ MI સામે રમાશે
IPL-14
ના ફેઝ -2માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાત મેચ રમતી જોવા મળશે. ટીમની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાશે. ત્યારપછી CSKની ટીમ 24 સપ્ટેમ્બરે RCB, 26 સપ્ટેમ્બરે KKR, 30 સપ્ટેમ્બરે હૈદરાબાદ, 2 ઓક્ટોબરે રાજસ્થાન, 4 ઓક્ટોબરે દિલ્હી અને 7 ઓક્ટોબરે પંજાબ સામે મેચ રમશે.


તમામની નજર ધોની પર રહેશે
IPL
ફેઝ-2માં બધાની નજર દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે. ધોનીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. IPL-14ના ફેઝ -1માં ધોનીનું પ્રદર્શન સારુ રહ્યું નહતું. ધોની ચાર ઇનિંગ્સમાં માત્ર 37 રન જ બનાવી શક્યો હતો. છેલ્લી IPL સીઝનમાં પણ તેણે બધાને નિરાશ કર્યા અને 14 મેચમાં 25ની એવરેજથી માત્ર 200 રન કર્યા હતા. જો ચેન્નઈએ UAEમાં મેચ જીતવી હોય તો બેટિંગ દરમિયાન સારુ પ્રદર્શન દાખવવું પડશે.