• Home
  • News
  • કેપ્ટન કૂલની રણનીતિ:6 મેચ હાર્યા પછી પણ CSK પ્લેઓફમાં પહોંચી શકે છે, MI બાજી બગાડશે!; જાણો માહીનો સંભવિત ગેમ પ્લાન
post

મુંબઈની ટીમ પ્લેઓફથી લગભગ બહાર છે પરંતુ તે અન્ય ટીમોના સમીકરણો બગાડી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-03 11:51:35

મુંબઈ: મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ચેન્નઈના કેપ્ટન બની ગયા છે. વળી માહીએ કેપ્ટનશિપ સંભાળ્યા પછી ટીમે હૈદરાબાદને હાઈસ્કોરિંગ મેચમાં હરાવી દીધું છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડની આક્રમક બેટિંગથી લઈ મિડલ ઓર્ડરે પણ શાનદાર લય મેળવી લીધી હતી. તેવામાં હવે આ સિઝનમાં ચેન્નઈની માત્ર 5 મેચ જ બાકી છે તો ફેન્સને એ સવાલ થઈ રહ્યો છે કે ધોની કેવી રીતે પ્લેઓફમાં CSKને પહોંચાડશે! ચલો ટીમના સમીકરણો પર નજર ફેરવીએ....

 

1. ચેન્નઈ એકપણ મેચ હારશે તો મુશ્કેલીમાં મુકાશે
CSK
જો હવે 5 મેચ જીતી જશે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો 16 પોઈન્ટ થતાની સાથે જ કોઈપણ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ ત્યારે ટેબલમાં નેટ રનરેટની ગેમ પણ શરૂ થઈ જાય છે. તેવામાં હવે 10 ટીમોની એન્ટ્રી પછી આટલા પોઈન્ટ કરવા છતા ચેન્નઈ બહાર થઈ શકે છે.

2. બીજી ટીમની જીત પર નજર રાખવી
ચેન્નઈ સુપર કિંગ્સે હવે અન્ય ટીમના પોઈન્ટ્સ પર પણ નજર રાખવી પડશે. અત્યારે ગુજરાત ટાઈટન્સ 9 મેચમાં 8 જીત સાથે નંબર-1 પર છે, જ્યાકે લખનઉ 14 પોઈન્ટ સાથે બીજા અને રાજસ્થાન 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. તેવામાં હવે ટોપ 4 ટીમો પર વધુ ધ્યાન રાખી ધોની દરેક મેચ મોટા માર્જિનથી જીતવા અગ્રેસર રહેશે.

3. નેટ રનરેટ ગેમ ચેન્જર રહેશે
CSK
ની ટીમ 3 મેચ જીતી ચૂકી છે, પરંતુ તેનો નેટ રનરેટ અત્યારપણ નેગેટિવ છે. 9 મેચ પછી ધોનીની ટીમે નેટ રનરેટ વધારવા માટે -0.407થી જોરદાર સુધારો કરવો પડશે. જો ટીમ 14 મેચમાં 16 પોઈન્ટ મેળવશે તો છેલ્લે નેટરનરેટ ગેમમાં આવી જશે.

4. ચેન્નઈની અન્ય મેચ
ચેન્નઈએ આ સીઝનની 2 મજબૂત ટીમો સામે પણ મેચ રમવાની બાકી છે. 15 મેના દિવસે તેની મેચ ગુજરાત અને 20 મેના દિવસે રાજસ્થાન રોયલ્સ સામે ટીમની મેચ રહેશે. વળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ મેચ પોઈન્ટ ટેબલના ગણિતને બગાડી શકે છે. મુંબઈની ટીમ પ્લેઓફથી લગભગ બહાર છે પરંતુ તે અન્ય ટીમોના સમીકરણો બગાડી શકે છે.

IPL 2022મા ચેન્નઈનું પ્રદર્શન

વિરૂદ્ધ

નિર્ણય

કોલકાતા નાઈટ રાઈડર્સ

હાર

લખનઉ સુપર જાયન્ટ્સ

હાર

પંજાબ કિંગ્સ

હાર

સનરાઈઝર્સ હૈદરાબાદ

હાર

રોયલ ચેલેન્જર બેંગ્લોર

જીત

ગુજરાત ટાઈટન્સ

હાર

મુંબઈ ઈન્ડિયન્સ

જીત

પંજાબ કિંગ્સ

હાર

સનરાઈઝર્સ હૈદરાબાદ

જીત