• Home
  • News
  • કોરોના સામેની લડાઈમાં સહયોગ આપી રહેલા કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન આપશે કેપ્ટન સરકાર
post

કોરોનાની સામેની લડાઈમાં જોડાયેલા કર્મચારીઓની યાદી બનાવી રહ્યું છે હેલ્થ વિભાગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 12:59:07

ચંદીગઢ: સ્વાસ્થ્ય વિભાગ પણ હવે પોલીસ વિભાગની જેમ કોરોનાના જંગમાં સહયોગ કરનાર કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. વિભાગ કોરોના સામે લડી રહીલા દર્દીઓના સારવારમાં લાગેલા એક વોર્ડ બોયથી લઈને ડોક્ટર સુધીના તમામને પ્રમોશન અને એક ઈન્ક્રીમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. તેની સરકાર ઝડપથી જાહેરાત કરશે. આ પ્રથમ વખત હશે કે જ્યારે પંજાબમાં કર્મચારીઓને આ રીતે ઈન્ક્રીમેન્ટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેને ફાઈનલ ટચ આપ્યા બાદ સરકાર તેની જાહેરાત કરશે. આ કર્મચારીઓના કામને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે.


તેમાં એક ક્વોરેન્ટાઈન, દર્દીઓની તપાસ, સંક્રમિત દર્દીઓની સારવાર અને બીજા સાફ સફાઈનું ધ્યાન રાખીનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટાફ કોરનાવાઈરસથી સંક્રમિત લોકોની સારવાર કરી રહ્યો છે. તેમને કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય હોવા છતાં આ કર્મચારીઓ દિવસ-રાત એક કરીને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગ આ કર્મચારીઓની સેલેરીમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. જેથી કરીને કર્મચારીઓ અને અધિકારીઓનો જુસ્સો વધારી શકાય.


કર્મચારીઓનું મનોબળ વધારવાની તૈયારીઓ

ફ્રન્ટ લાઈન વોરિયર્સને કોવિડની લડાઈ પછી પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. વિભાગના અધિકારીઓનું માનવું છે કે કોવિડ સામેની લડાઈમાં આ કર્મચારીઓ સૌથી આગળની લાઈનમાં ઉભા રહીને લડાઈ લડી રહ્યાં છે. આ કારણે તેમને પણ સંક્રમણ લાગવાનો ભય રહે છે. આ માટે વિભાગે પણ તેમના માટે કઈક કરવું જોઈએ.


ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનું કેટલું ઈન્ક્રીમેન્ટ કરવામાં આવે તે હાલ નક્કી થયું નથી

ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફના ઈન્ક્રીમેન્ટને લઈને વિભાગના અધિકારીઓની મીટિંગ થઈ ચૂકી છે. જોકે એ નક્કી થયું નથી કે કેટલા ટકા ઈન્ક્રીમેન્ટ આપવામાં આવે. આ માટે વધુ એક મીટિંગ થશે બાદમાં સંપૂર્ણ પ્લાન મંત્રી બલબીર સિંહ સિદ્ધૂને મોકલવામાં આવશે.


કેબિનેટની મંજૂરીની જરૂર પડશે

આ કર્મચારીઓના વેતનમાં ઈન્ક્રીમેન્ટને લઈને મંત્રીની મજૂરી મળ્યા બાદ નાણાં વિભાગની પાસે એસ્ટીમેટ મોકલવામાં આવશે. તેને કેબિનેટમાં પણ રાખવામાં આવશે. મંજૂરી મળતા જ ઈન્ક્રીમેન્ટ કે પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવશે. મોટાભાગના લોકો તેને વધારવાના પક્ષમાં છે.


ફ્રન્ટ લાઈન પર સેવા આપી રહેલા કર્મચારીઓ જ હશે યાદીમાં...કોરોના

વાઈરસને લઈને મેદાનમાં ઉતરેલા સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે હાલના સમયમાં સીધા જ મેદાનમાં ઉતરીને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે અને ઘણાં દિવસોથી પોતાના ઘરે પણ જઈ શકતા નથી. આ યાદી તૈયાર થયા બાદ તેને સરકારમાં મોકલવામાં આવશે.


સરકારી હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા

રાજ્યમાં સરકારી હોસ્પિટલો, ડિસ્પેન્સરી, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 15 હજારથી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે. હાલના સમયમાં વિભાગમાં મેડિકલ એન્ડ પેરામેડિકલ સ્ટાફ સિવાય 379 સીનિયર મેડિકલ અધિકારી, 3 હજાર 142 મેડિકલ અધિકારી, 285 ડેન્ટલ ડોક્ટર, 2 હજાર 975 ફાર્માસિસ્ટ, 2 હજાર 506 સ્ટાફ નર્સ, 795 મહિલા હેલ્થ વિઝિટર્સ, 3 હજાર 631 સહાયક નર્સ, 178 રેડિયોગ્રાફર, 200 આંખના ડોક્ટર અને 1 હજાર 55 લેબોરેટ્રી ટેકનીશિયન છે.


·         કોવિડની વિરુદ્ધ ફ્રન્ટ લાઈનમાં ઉભેલા સફાઈ કર્મચારીઓથી લઈને ડોક્ટર સહિતના સ્ટાફનું પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટનું પ્રપોઝલ છે. જેથી તેમનો જુસ્સો વધારી શકાય. તેને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ લાગુ કરવામાં આવશે.- બલબીલ સિંહ સિદ્ધૂ, સ્વાસ્થ્ય મંત્રી