• Home
  • News
  • ભારત વિશ્વનો ચોથો સૌથી સંક્રમિત દેશ : 17 દિવસમાં કેસ ડબલ થાય છે, ઓગસ્ટ સુધી અમેરિકાથી વધુ કેસ થશે, સપ્ટેમ્બર સુધી 1 કરોડ કેસની શક્યતા
post

બ્રાઝીલનો ડબલિંગ રેટ ભારતથી પણ વધારે, અહીં 16 દિવસમાં કેસ ડબલ થઇ રહ્યા છે, ગ્રોથ રેટમાં તે બીજા સ્થાન પર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 11:06:33

નવી દિલ્હી: ભારત માટે આજે બહુ ખરાબ સમાચાર છે. ભારત હવે કોરોના સંક્રમણના કેસના મામલે વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. અત્યારસુધી ભારત આ યાદીમાં 6 નંબર પર હતું. છેલ્લા અમુક દિવસોથી કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેના કારણે એક દિવસમાં જ ભારત સ્પેન અને બ્રિટનને પાછળ રાખીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. બુધવાર સુધી બ્રિટન અને સ્પેન પાંચમા સ્થાને હતા. હવે ભારતથી આગળ માત્ર ત્રણ દેશ છે- અમેરિકા, રશિયા અને બ્રાઝીલ. જો આ ગતિ સાથે જ ભારતમાં કોરોના કેસ વધશે તો 25થી 30 ઓગસ્ટ સુધીમાં  ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમણ ધરાવતો દેશ બની જશે. 

આ સમયે બ્રાઝીલની પરિસ્થિતિ ભારત કરતા પણ વધારે ખરાબ હશે. બ્રાઝીલમાં જો હાલની પરિસ્થિતિ પ્રમાણે કેસ વધશે તો 25 જુલાઇ સુધી તે અમેરિકાને પાછળ છોડીને કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં પહેલા ક્રમે પહોંચી જશે. 

દેશમાં 4.30 ટકાના ગ્રોથ રેટ સાથે કેસ વધી રહ્યા છે

·         કોરોના પ્રભાવિત ટોપ-6 દેશોમાં ભારતનો ગ્રોથ રેટ સૌથી વધારે છે. અહીં સંક્રમિતોની સંખ્યા 4.30 ટકાના રેટથી વધી રહી છે. બ્રાઝીલ બીજા નંબરે છે જ્યાં 4.26 ટકાનો ગ્રોથ રેટ છે. આ આંકડા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા છે. સૌથી ઓછો ગ્રોથ રેટ સ્પેનનો છે. અહીં સંક્રમિતોની સંખ્યા 0.10 ટકાના દરે વધી રહી છે. 

·         14 ઓગસ્ટ સુધી બ્રાઝીલમાં સંક્રમિતોનો આંકડો 1 કરોડ પાર કરી શકે છે

·         ડબલિંગ રેટમાં બ્રાઝીલ સૌથી ઉપર છે. અહીં 16 દિવસમાં કેસની સંખ્યા બમણી થઇ રહી છે. જો આ ગતિ રહેશે 64 દિવસમાં 14 ઓગસ્ટ સુધી અહીં એક કરોડથી પણ વધુ સંક્રમિત થઇ જશે.

·         ભારતનો ડબલિંગ રેટ 17 દિવસનો છે. મતલબ કે અહીં સંક્રમિતોની સંખ્યા 17 દિવસમાં બમણી થઇ રહી છે. આ ગતિ રહેશે તો 102 દિવસમાં 21 સપ્ટેમ્બર સુધી ભારતમાં સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર કરી જશે. સૌથી ઓછો ડબલિંગ રેટ સ્પેનનો છે. અહીં એક કરોડનો આંકડો પહોંચતા 408 દિવસ લાગશે.  

અત્યારે કોરોના સંક્રમણ ભારતમાં  જે ગતિએ ફેલાય છે તે પ્રમાણે 102 દિવસમાં કેસ 1 કરોડથી વધી શકે છે 

તારીખ

સંક્રમિતોની સંખ્યા

24 મે

1.31 લાખ

10 જૂન

2.87 લાખ

27 જૂન

5.74 લાખ

14 જુલાઇ

11.48 લાખ

31 જુલાઇ

22.97 લાખ

17 ઓગસ્ટ

45.94 લાખ

3 સપ્ટેમ્બર

91.88 લાખ

20 સપ્ટેમ્બર

1.83 કરોડ

* જો ડબલિંગ રેટ 17 દિવસનો રહે તો

બ્રાઝીલમાં સૌથી ઝડપી 64 દિવસમાં એક કરોડથી વધુ કેસ નોંધાઇ શકે છે

તારીખ

સંક્રમિતોની સંખ્યા

25 મે

3.63 લાખ

10 જૂન

7.39 લાખ

26 જૂન

14.79 લાખ

12 જુલાઇ

29.58 લાખ

28 જુલાઇ

59.16 લાખ

14 ઓગસ્ટ

1.18 કરોડ

* જો ડબલિંગ રેટ 16 દિવસનો રહે તો

અમેરિકામાં 130 દિવસમાં એક કરોડથી વધુ સંક્રમિત થઇ શકે છે 

તારીખ 

સંક્રમિતોની સંખ્યા

28 એપ્રિલ

9.88 લાખ

10 જૂન

19.79 લાખ

23 જુલાઇ

39.59 લાખ

05 સપ્ટેમ્બર

79.19 લાખ

18 ઓક્ટોબર

1.58 કરોડ

*જો ડબલિંગ રેટ 43 દિવસનો રહે તો

ટેસ્ટિંગના મામલે અમેરિકા સૌથી આગળ
ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે ભારતમાં અત્યારસુધી 52 લાખ 32 હજાર 245 ટેસ્ટ થઇ ચૂક્યા છે. તેમાંથી 5.9 ટકા લોકો સંક્રમિત  છે. ટેસ્ટિંગના મામલે અમેરિકા ભારતથી ચાર ગણું આગળ છે. અમેરિકામાં અત્યારસુધી 2 કરોડ 26 લાખ 90 હજાર 765 લોકોની ટેસ્ટ થયા છે. તેમાંથી 9.23 ટકા લોકો સંક્રમિત છે. બ્રાઝીલમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે. ત્યાં અત્યારસુધી 12 લાખ 64 હજાર 780 લોકોના ટેસ્ટ થયા છે જેમાંથી 74 ટકા મતલબ કે 7 લાખ 80 હજાર 765 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post