• Home
  • News
  • મારૂતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર વિરુદ્ધ સીબીઆઈએ કેસ નોંધ્યો
post

મારૂતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટરની વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 15:50:51

નવી દિલ્હીઃ મારૂતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટરની વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. સીબીઆઈની એફઆઈઆર મુજબ ખટ્ટર અને તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા 110 કરોડ રૂપિયાના લોન ગોટાળામાં આરોપી છે.

ખટ્ટર 1993થી 2007 સુધી મારૂતિમાં રહ્યાં હતા. 2007માં એમડી પદ પરથી રિટાયર્ડ થયા હતા. 2008માં તેમણે કારનેશનની શરૂઆત કરી હતી. આ કંપની કાર એસેસરીઝ અને જૂની કાર વેચે છે. કારનેશને 2009માં પંજાબ નેશનલ બેન્ક(પીએનબી) પાસેથી 170 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2015માં લોન એનપીએ જાહેર થઈ ગઈ. પીએનબીને 110 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ મામલામાં પીએનબીએ આપરાધિક ષડયંત્ર અને છેતરપિંડીનો કેસ નોંધાવ્યો.