• Home
  • News
  • કેન્દ્રીય ગૃહ સચિવે લોકડાઉન 90 દિવસ સુધી વધારવાના સમાચારોનું ખંડન કર્યુ, કહ્યું- હાલ તેને 14 એપ્રિલથી આગળ વધારવાની યોજના નથી
post

કેન્દ્રનો આદેશ- હિઝરત કરનારાઓને 14 દિવસ ક્વૉરન્ટીન કરો, લોકડાઉન લાગુ કરાવવામાં ચૂક થશે તો એસપી-ક્લેક્ટર જવાબદાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 11:53:47

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનને 14 એપ્રિલથી વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા કેન્દ્રએ રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખતાઈથી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં ચૂક થશે તો જિલ્લામાંથી ડીએમ અને એસપી વ્યક્તિગત રીતે જવાબદાર હશે. 

 

લોકડાઉન વચ્ચે ગત દિવસોમાં દિલ્હી, મુંબઈ, સુરત સહિત અન્ય મોટા શહેરોમાંથી રોજ કમાઈને ગુજરાન ચલાવનારા કામદારો હજારોની સંખ્યમાં પગપાળા પોતાના રાજ્યો તરફ જઈ રહ્યા હતા.