• Home
  • News
  • ધોનીની નિવૃત્તિથી બધાને આશ્ચર્ય થયું:ચહલે કહ્યું- તેમની નિવૃત્તિનું મોટું કારણ કોરોના મહામારીને કારણે બદલાયેલ વાતાવરણ છે, નહીંતર તેઓ T-20 વર્લ્ડ કપ રમવા માગતા હતા
post

BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને કહ્યું કે- ધોનીની નિવૃત્તિ સાથે એક યુગનો અંત આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 11:49:21

ભારતીય ટીમના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે મહેન્દ્રસિંહ ધોનીના નિવૃત્તિના સમાચારથી બધાને આશ્ચર્ય થયું છે. તેમણે કહ્યું કે ધોનીની નિવૃત્તિનું મોટું કારણ કોરોના મહામારીને કારણે બદલાયેલ વાતાવરણ છે. નહીં તો તેઓ T-20 વર્લ્ડ કપ રમવા માગતા હતા.

ધોનીએ સ્વતંત્રતા દિવસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. એક કલાક પછી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ લીધી. ધોની છેલ્લે જુલાઈ 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમ્યા હતા.

હું હજી પણ ધોનીને રમતા જોવા માગું છું

·         ચહલે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, "ધોનીની નિવૃત્તિના સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. હું માનું છું કે કોરોનાએ પણ તેમના નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી હતી. નહીં તો ધોની T-20 વર્લ્ડ કપ રમવા માંગતા હતા.

·         હું હજી પણ તેમને રમતા જોવા માંગુ છું, કારણ કે તેમના કારણે જ કુલદીપ યાદવ અને હું સફળ થઈ શક્યા છીએ."

·         તેણે કહ્યું, "તેમણે વિકેટ પાછળથી અમને ખૂબ મદદ કરી, જેનાથી અમને ખૂબ ફાયદો થયો. જો ધોની મેદાન પર હોય તો અમારું 50% કામ પહેલાથી થઈ ચૂક્યું છે.

·         ધોની પિચનો મિજાજ ખૂબ સારી રીતે સમજે છે. આ કારણોસર, અમને પહેલા જ બોલથી ઘણી સહાય મળે છે.

·         અન્યથા, ધોનીની ગેરહાજરીમાં, પિચને સમજવા માટે અમારે ઓછામાં ઓછી બે ઓવર ફેંકવી પડે છે."

ધોની મહાન કેપ્ટનવિકેટકીપર અને બેટ્સમેન હતા

·         તે જ સમયે, BCCIના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને કહ્યું કે, “ધોનીના નિવૃત્તિ લેવાના નિર્ણય સાથે એક યુગનો અંત આવી ગયો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007માં T-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. તે સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પણ તેમના નામે છે.

·         તે મહાન કેપ્ટન, વિકેટકીપર અને આક્રમક બેટ્સમેન હતા. તેમની પાસે કંઈ મેળવવાનું બાકી નહોતું. આખી ટીમ ધોનીથી પ્રેરિત હતી. "

ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 રમી હતી

·         ધોનીએ અત્યાર સુધી 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 રમી છે. આમાં તેમણે અનુક્રમે 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે.

·         IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 190 મેચોમાં 4432 રન બનાવ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ CSK 2010 અને 2011માં સતત બે વાર IPLનો ખિતાબ જીત્યો હતો.