• Home
  • News
  • શુક્રવાર સુધીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઃ 24 કલાકમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે
post

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 09:17:21

અમદાવાદ: આગામી 24 કલાકમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી 72 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હ‌ળવાથી ભારે જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 

આગામી 72 કલાકમાં વરસાદ થશે
મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી જ ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાયું હતું. આગામી 24થી 72 કલાકમાં અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ, હાલમાં જોરદાર ચોમાસું જામે તેવી શક્યતા નહિવત્ હોવાનું હવામાન વિશેષજ્ઞે જણાવ્યું છે.

સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા
મંગળવારે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં અન્ય તમામ શહેરોના તાપમાનમાં વધારો થયો હતો. ખાસ કરીને રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.6 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post