• Home
  • News
  • ચંદ્રયાન-3ને સૌપ્રથમ સાઉથ પોલ પર ઊતરવાની તક:સોફ્ટ લેન્ડિંગ પહેલાં ચંદ્રયાને નવી તસવીર મોકલી, ISROએ જાહેર કરી; 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે લેન્ડિંગ થશે
post

ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે મોડી રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 17:29:32

રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઊતરનાર પ્રથમ દેશ બની જશે. ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે 25 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે મોડી રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ ઓપરેશન પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુતમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડિબૂસ્ટિંગમાં, અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે.

ISROએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નવી તસવીરો શેર કરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ચંદ્રના સાઉથ પોલની તસવીરો શેર કરી છે. ચંદ્રયાન-3માં લગાવાયેલ લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) પરથી 19 ઓગસ્ટ 2023ના રોજ તસવીર લેવામાં આવી છે. આ કેમેરા લેન્ડરને સુરક્ષિત લેન્ડિંગ વિસ્તાર શોધવામાં મદદ કરશે.

પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર અશોક સ્તંભની છાપ છોડશે
ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. અન્નાદુરાઈના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 લેન્ડરને 23 ઓગસ્ટની સાંજે 25 કિલોમીટરની ઊંચાઈએથી ચંદ્રની સપાટી પર પહોંચવામાં 15થી 20 મિનિટનો સમય લાગશે. આ સમય સૌથી ક્રિટિકલ રહેવાનો છે.

આ પછી, છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી રેમ્પ દ્વારા બહાર આવશે અને ISRO તરફથી કમાન્ડ મળતાં જ ચંદ્રની સપાટી પર દોડશે. આ દરમિયાન તેનાં પૈડાં ચંદ્રની ધરતી પર ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ઈસરોના લોગોની છાપ છોડશે.


રશિયાનું લુના-25 મિશન કેમ નિષ્ફળ ગયું?

·         રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે 20 ઓગસ્ટ, રવિવારના રોજ જણાવ્યું હતું કે શનિવારે સાંજે 05:27 વાગ્યે અવકાશયાન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

·         લુના-25ને 18 કિમી x 100 કિમીની પ્રી-લેન્ડિંગ ભ્રમણકક્ષામાં દાખલ કરવા માટે શનિવારે સાંજે 04:30 કલાકે કમાન્ડ આપવામાં આવ્યો હતો.

·         રોસ્કોસ્મોસે જણાવ્યું કે આ દરમિયાન કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી કારણ કે સ્પેસક્રાફ્ટના વાસ્તવિક પેરામીટર મુજબ થ્રસ્ટર ફાયર કરી શકતું ન હતું.

·         પ્રારંભિક પૃથક્કરણનાં પરિણામો દર્શાવે છે કે અવકાશયાન ગણતરીઓમાંથી સેટ કરેલાં પેરામીટરોથી ડેવિએટ થયું હતું.

·         કેલક્યુલેટેડ વેલ્યુ જરૂરી હતી તેના કરતાં વધુ હતી. આના કારણે થ્રસ્ટર્સ લાંબા સમય સુધી ફાયર કરવા લાગ્યા અને અવકાશયાન ઑફ-ડિઝાઇન ભ્રમણકક્ષામાં ગયું.

·         લુના-25 ઓફ-ડિઝાઈન કક્ષાના કારણે ચંદ્ર પર ક્રેશ થયું હતું.

સ્પેસલી ફોર્મ્ડ ઈન્ટરડિપાર્ટમેન્ટલ કમિશન હવે ક્રેશની તપાસ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post