• Home
  • News
  • ચૌધરી, કારડિયા રાજપૂત, બારોટ, ઠાકોર, રબારી, આહીર અને ગઢવી સમાજ પોતાને સવર્ણ ગણાવે છે અને લાભ OBCનો લે છે: ઈટાલિયા
post

આપ માટે તેના પ્રદેશ પ્રમુખ હવે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક મુદ્દાને માંડ શાંત કરે ત્યાં ફરી એક વિવાદનો ફણગો ફુટ્યો હોય છે. પહેલા બ્રહ્મસમાજના કારણે વિવાદમાં આવેલા ગોપાલ ઇટાલિયાએ હવે સમગ્ર OBC સમાજ પર સવાલ ઉઠાવી લીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-14 11:40:12

અમદાવાદ : આપ માટે તેના પ્રદેશ પ્રમુખ હવે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક મુદ્દાને માંડ શાંત કરે ત્યાં ફરી એક વિવાદનો ફણગો ફુટ્યો હોય છે. પહેલા બ્રહ્મસમાજના કારણે વિવાદમાં આવેલા ગોપાલ ઇટાલિયાએ હવે સમગ્ર OBC સમાજ પર સવાલ ઉઠાવી લીધો હતો. ગોપાલ ઇટાલિયાનો હાલ એક ઓડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પ્રસિદ્ધ લેખક ગુણવંત શાહ સાથે અનામતના મુદ્દે જીભાજોડી કરી રહ્યા છે. જેમાં તે OBC સમાજમાં સમાવિષ્ટ અનેક સમાજો સામે સવાલો ઉઠાવે છે. હાલ આ જુની ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તેણે OBC સમાજમાં આવતા અનેક સમાજો સામે સવાલો ઉઠાવ્યા છે. 

ગોપાલ ઈટાલિયાની વધુ એક વિવાદિત ઑડિયો ક્લિપ વાયરલ / ગઢવી સમાજ સહિતની જ્ઞાતિઓ પર વિવાદિત ઑડિયો ક્લિપ

ગોપાલ ઈટાલિયાઃ ચૌધરી સમાજ છે જે આંજણા ચૌધરી સમાજ એમને તમે કઈ દ્રષ્ટિએ પછાત માનો છો? સામાજિક દરજ્જો છે એનો પછાત? શૈક્ષણિક રીતે પછાત છે? આર્થિક રીતે પછાત છે
લેખકઃ હંમમ... 
ગોપાલ ઈટાલિયાઃ બોલો કઈ રીતે પછાત છે ચૌધરી સમાજ?
લેખકઃ હં... હં...
ગોપાલ ઈટાલિયાઃ એ લોકો OBCનો લાભ મેળવે છે તો તમે કેમ કોલમમાં નથી લખ્યું કે ભાઈ ચૌધરી લોકોને OBCની બહાર કાઢો. કેમ કે, એ લોકો હવે સદ્ધર થઈ ગયા છે. શું OBCના સમાજની અંદર ચૌધરી લોકો છે એમની સાથે જાતિ-ભેદભાવ કરે છે કોઈ સમાજ
લેખકઃ હં... હં...
ગોપાલ ઈટાલિયાઃ સૌરાષ્ટ્રનો કારડિયા રાજપૂત સમાજ છે એ કઈ રીતે પછાત છે ભાઈ? એ પોતાને ક્ષત્રિય ગણાવે છે. દરજ્જો OBCનો છે એમની પાસે તો કેમ તમે એમના વિરોધમાં નથી બોલતા? ઉત્તર ગુજરાતનો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે. એક પ્રકારનો ક્ષત્રિય સમાજ છે એ લોકો. તો કેમ એમને લોકોને OBCના લાભ આપો છો ભઈ? આ બધા સદ્ધર સમાજ છે. સમાજની અંદર જેમનું વર્ચસ્વ છે, ઊંચા સવર્ણ તરીકેની જેમની છાપ છે. આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે, લાભ OBCનો લે છે તો તમે એમના વિરોધમાં લખોને મોટા સાહેબ? કે તમે લોકો આ દરજ્જો છોડી અને આગળ આવો અને બીજાને લાભ લેવા દો. 
લેખકઃ બરાબર છે...
ગોપાલ ઈટાલિયાઃ લાભ લઈ જાય છે બારોટો, ચૌધરીઓ, ઠાકોરો, રબારીઓ... જે લોકો ખરેખર સવર્ણ છે. પોતાને સ્વમાનથી ચાલે છે સમાજમાં. જાતિ-ભેદભાવ થતો નથી એમની સાથે, આર્થિક રીતે સદ્ધર છે. તો એમને જ્યાં OBCનો લાભ મળે તો તમે એમના વિરોધમાં લખોને કે ભાઈ તમે સદ્ધર થઈ ગયા હો તો OBCનો દરજ્જો સામે ચાલીને છોડી દો. 
લેખકઃ બરાબર...
ગોપાલ ઈટાલિયાઃ સૌરાષ્ટ્રનો આહીર સમાજ છે એ કેટલો સદ્ધર છે એ તમને ખબર છે? ટ્રાન્સપોર્ટેશન બિઝનેસમાં નંબર ફર્સ્ટ છે.
લેખકઃ હં... હં...
ગોપાલ ઈટાલિયાઃ કચ્છનું કેરો ગામ છે ને ત્યાં આહીર સમાજ છે, ગઢવી સમાજ છે, આ લોકોને... ભારતની કોઈ બેન્કની શાખા ત્યાં નહીં હોય એવું નથી. છે ફક્ત ગામ. શા માટે ત્યાં બેંકની શાખાઓ આવી છે? કેમ કે, કરોડો-અબજો રૂપિયાનું ટ્રાન્જેક્શન થાય છે ત્યાંથી.
લેખકઃ બરાબર...
ગોપાલ ઈટાલિયાઃ સરકારી સંપત્તિ ઉપર કોઈ જાતિનો હક નથી. બધાનો સમાન હક છે. જેની અંદર વધારે ક્ષમતા તેનો વધારે હક. સીધી વાત છે.
ગોપાલ ઈટાલિયાઃ ક્ષમતાને અન્યાય થાયને ત્યાં તકલીફ થાય છે એ તમે નહીં સમજો. કેમ કે, તમે તમારું લેવલ બનાવી લીધું છે સાહેબ. 
લેખકઃ બરાબર... બરાબર...
ગોપાલ ઈટાલિયાઃ મારી પાસે સારી ડિગ્રી છે પણ હું બેકાર માણસ છું. કેમ? કેમ કે, મારી ક્ષમતા સાથે અન્યાય થયો છે. કેમ? કેમ કે, હું ચોક્કસ જ્ઞાતિનો છું. અમુક ચોક્કસ જ્ઞાતિનો નથી. 
લેખકઃ હંમમ...
ગોપાલ ઈટાલિયાઃ શા માટે સાહેબ? તો તમે એવું લખો કે ભઈ જે લોકો 66 વર્ષોથી અનામતનો લાભ લીધો છે એ લોકો જો હવે સદ્ધર થઈ ગયા હોય, આગળ આવી ગયા હોય, સામાજિક દરજ્જો બરાબર થઈ ગયો હોય તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી સામે ચાલીને. 
લેખકઃ બરાબર છે
ગોપાલ ઈટાલિયાઃ સરકારી સંપત્તિ પર કોઈનો બર્થ રાઈટ હોતો નથી સાહેબ. 
લેખકઃ ખરી વાત છે.
ગોપાલ ઈટાલિયાઃ આપડે એવો મેસેજ કરવાનો છે લોકોમાં કે પટેલોનેય અનામત ના મળે અને અનામતની અંદર પહેલેથી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે પડ્યા રહ્યા છે, હકીકતમાં એમનો સામાજિક દરજ્જો ઊંચો છે, એ લોકો પ્લીઝ સામેથી બહાર આવી જાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post