• Home
  • News
  • રાજ્યમાં ધોરણ 10 અને 12ના પેપરનું ચેકિંગ 16 એપ્રિલથી શરૂ કરાશે
post

કોરોના હોટસ્પોટમાં રહેતા શિક્ષકોને પેપર ચેકિંગમાંથી મુક્તિ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:47:37

અમદાવાદ: રાજ્યમાં 16 એપ્રિલથી ધો. 10 અને 12ના પેપર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાશે, રાજ્યના જે વિસ્તારને કોરોના હોટસ્પોટ જાહેર કરાયા છે તે વિસ્તારમાં રહેતા શિક્ષકોને પેપર ચેક કરવાની પ્રક્રિયામાં જોડાશે નહીં. ઉપરાંત આ વિસ્તારમાં જો પેપર ચેક કરવાનું કેન્દ્ર હશે તો તેને પણ અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરાશે.


બોર્ડે તમામ જિલ્લાઓનો જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જે જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર હશે તે જ જિલ્લાના શિક્ષકોને પેપર ચેક કરવાની ફરજ સોંપાશે. જો કોઈ શિક્ષક રજાના કારણે અન્ય જિલ્લામાં હોય તો તે પોતે હાલ જે જિલ્લામાં હોય ત્યાં પેપર ચેકિંગની પ્રક્રિયામાં જોડાઈ શકશે.


ધો.12 સાયન્સના 75 ટકા પેપર તપાસાયાં
બોર્ડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધો. 12 સાયન્સના 75 ટકા વિદ્યાર્થીઓને પેપર ચેકિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે માત્ર 25 ટકા પેપર જોવાના બાકી છે. તેમાં પણ બોર્ડ ખાસ વ્યવસ્થા કરશે, જેથી શિક્ષકોને વધારે ટ્રાવેલિંગ ન કરવું પડે અને પેપરની તપાસ પણ યોગ્ય રીતે થાય.


મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ફેરફાર થશે
કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જો શિક્ષકો ન આવવા માગતા હોય તો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ફેરફાર કરી શકાશે. તેની વ્યવસ્થા જિલ્લા કક્ષાએ કરાશે. જો જરૂર પડશે તો કેન્દ્રોની સંખ્યા પણ વધારી શકાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post