• Home
  • News
  • કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી એક બાળક સહિત 8 લોકોના મોત, એક હજારથી વધારે લોકો બિમાર થયા
post

આ ઘટના વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં સવારે 3 વાગે બની હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 10:48:04

વિશાખાપટ્ટનમ : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેન્કટપુરમ ગામમાં કેમિકલ ગેસ લીક થવાથી 8 લોકોના મોત થયા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે ગેસ એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાંથી લીક થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક હજારથી વધારે લોકો બીમાર પડ્યા છે. આ દુર્ઘટના ત્રણ વાગ્યે બની હતી. 

જિલ્લા ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટી કરી છે. આ ઘટનાથી પ્લાન્ટની આસપાસના 3 કિમી વિસ્તારમાં અફરા તફરી ફેલાઈ છે. વેંકટરપુરમ ગામની આસપાસ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઘણા લોકોને ચક્કર પણ આવ્યા હતા. તો સાથે જ ઘણા લોકોના શરીરમાં લાલ નિશાન પણ પડી ગયા છે.

પોલીસે જણાવ્યું કે, 50 લોકો રસ્તા પર બેભાન મળ્યા 
એનડીઆએફ અને એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવાઈ છે. તો બીજી બાજુ પોલીસ અને તંત્રએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામ ચાલું કરી દીધું છે. ગોપાલપટ્ટનમ સર્કલના ઈન્સપેક્ટર રામાન્યાએ મીડિયાને જણાવ્યું કે, તેમને લગભગ 50 લોકોને રસ્તા પર બેભાન મળ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post