• Home
  • News
  • ચેન્નાઈએ લખનઉને રોમાંચક મેચમાં 12 રને હરાવ્યું:મોઈન અલીએ 4 વિકેટ ઝડપી, રૂતુરાજ અને કોનવે વચ્ચે 110 રનની ઓપનિંગ પાર્ટનરશિપ
post

કાઇલ મેયર્સ અને કેએલ રાહુલે પાવરપ્લેમાં જ 73 રન ફટકાર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 19:04:41

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે એમ.એ. ચિદમ્બરમ (ચેપોક સ્ટેડિયમ)માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની સામે રમી ગઈ હતી. જેમાં CSKLSGને 12 રનનો પરાજય આપ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સને 218 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં લખનઉ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. LSGએ શાનદાર શરૂઆત કરી હતી. કાઇલ મેયર્સ અને કેએલ રાહુલે પાવરપ્લેમાં જ 73 રન ફટકાર્યા હતા. કાઇલ મેયર્સે પણ સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી.

કાઇલ મેયર્સ (53 રન) સતત બીજી સદી ફટકારીને આઉટ થયો હતો. તે IPL ઈતિહાસમાં પહેલી બે મેચમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેને મોઈન અલીએ આઉટ કર્યો હતો. તેના પછી દીપક હુડ્ડા 2 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. કેએલ રાહુલ પણ લાંબુ ના ટકી શક્યો અને મોઈન અલીએ તેને આઉટ કર્યો હતો. તો કૃણાલ પંડ્યા પણ જલદી આઉટ થઈ ગયો હતો. મોઈન અલીએ ત્રીજી સફળતા મેળવી હતી. મોઈન અલીએ ચોથી વિકેટ માર્કસ સ્ટોઇનિસની લીધી હતી. તેને બોલ્ડ કર્યો હતો. આ પછી નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરી હતી. તે 18 બોલમાં 32 રન ફટકાર્યા હતા.

આ પછી આયુષ બદોની અને કૃષ્ણપ્પા ગૌતમે લડત આપી હતી અને ટીમને જિતાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આયુષ બદોની છેલ્લી ઓવરમાં આઉટ થતાં લખનઉની હાર થઈ હતી. LSG તરફથી સૌથી વધુ કાઇલ મેયર્સે 53 રન બનાવ્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 32 રન અે આયુષ બદોનીએ 23 રન કર્યા હતા. CSK તરફથી સૌથી વધુ મોઈન અલીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે તુષાર દેશપાંડેને 2 વિકેટ અને મિચેલ સેન્ટનરને 1 વિકેટ મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post