• Home
  • News
  • દિલ્હી સામે ચેન્નઈની 91 રને શાનદાર જીત; મોઈન અલીએ 3 વિકેટ ઝડપી
post

CSK તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ચેન્નઈના આ બેટ્સમેને 49 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-09 10:25:08

મુંબઈ: IPLની 55મી મેચમાં ચેન્નઈની ટીમે દિલ્હી સામે શાનદાર 91 રને જીત મેળવી છે. ચેન્નઈએ દિલ્હીને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ચેઝ કરતા દિલ્હી માત્ર 117 રને સમેટાઈ ગઈ. ચેન્નઈની જીતમાં બોલરોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો જેમાં મોઈન અલીએ 3 વિકેટ તેમજ મુકેશ ચૌધરી, સીમરજીત સિંઘ, બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. 

CSK તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ચેન્નઈના આ બેટ્સમેને 49 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતાં. તે જ સમયે, રુતુરાજ ગાયકવાડે 33 બોલમાં 41 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં શિવમ દુબેએ પણ આક્રમક ઈનિંગ રમતા માત્ર 19 બોલમાં 32 રન બનાવ્યા.

છેલ્લી ઓવરમાં ધોનીએ પણ હાથ ખોલ્યાં અને માહીએ માત્ર 8 બોલમાં 21 રનની ઇનિંગ રમી. દિલ્હી તરફથી ખલીલ અહેમદે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી છે.