• Home
  • News
  • છત્તીસગઢના ITBP કૅમ્પમાં જવાનો વચ્ચે ફાયરિંગ, ગોળી વાગવાથી 6નાં મોત
post

આઈટીબીપીના એક જવાને પોતાની સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-04 14:05:48

નારાયણપુર : છત્તીસગઢના નારાયણપુર જિલ્લાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આઈટીબીપીના એક જવાને પોતાની સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે. ગોળી વાગવાના કારણે 6 જવાનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. તો 2 જવાન ઘાયલ થયા છે. કડેનાર સ્થિત આઈટીબીપીના કૅમ્પમાં આ ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ગોળી ચલાવવાના જવાનનું પણ મોત થઈ ગયું છે. હાલ ઘાયલ જવાનોને પાટનગર રાયપુર લઈ જવામાં આવી રહ્યા છે. રૅન્જના આઈજી પી. સુંદરરાજે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

છત્તીસગઢના ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહૂએ કહ્યું કે, આ મામલાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે. જવાનોની રજા નક્કી રહે છે, તેમને રજા માટે રોકવામાં નથી આવતા. તેથી રજાના કારણે આ ઘટના નહીં બની હોય. તેઓએ કહ્યું કે, ફ્રસ્ટેશનની કોઈ વાત નથી. જવાનોની વચ્ચે કોઈ વાતને લઈ પરસ્પર વિવાદ થયો હશે. થોડીવારમાં ઘટના સાથે જોડાયેલી વધુ જાણકારી આવી જશે.

મળતી માહિતી મુજબ, બુધવાર સવારે કડેનાર કૅમ્પમાં ફાયરિંગનો અવાજ આવ્યો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ જવાન કૅમ્પ તરફ ભાગ્યા. ઘટનાસ્થળે જવાનોએ જોયું કે 4 જવાનોના શબ પડ્યા હતા. સાથીઓ પર ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ, જવાનોમાં કોઈ વાતને લઈ વિવાદ થયો. ત્યારબાદ એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી સાથીઓ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. બચાવ કરવા આવેલા બાકી જવાનોને પણ ગોળી વાગી અને તેઓ ઘાયલ થઈ ગયા.

ઘટનામાં ઘાયલ જવાનોને રાયપુર લાવવામાં આવી રહ્યા છે. ઘાયલ બે જવાનોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. માનવામાં આવી રહ્યું છે કે રજા નહીં મળવાને કારણે જવાનો વચ્ચે વિવાદ થયો. વિવાદ વધ્યા બાદ જવાને સાથીઓ પર ફાયરિંથ કર્યું.

નોંધનીય છે કે, 19 જૂન 2019ના રોજ છત્તીસગઢ આર્મ્સ ફાર્સ (સીએએફ)ના એક આરક્ષકે પોતાન જ બે સાથીઓ પર ફાયરિંગ કર્યું હતું. તેના કારણે બંને આરક્ષકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપી સીએએફ આરક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી હતી.