• Home
  • News
  • શિકાગો શહેરમાં એક જ દિવસમાં એવુ તો શું થયુ કે, પોલીસના 911 ઇમરજન્સી કોલ્સ પર 50 કોલ્સ વધારે આવ્યા જાણો આ અહેવાલમાં...
post

અમેરિકામાં ચાલી રહેલા રંગભેદની નીતિના તોફાનો દરમિયાન 31મી મે ના રોજ શિકાગો શહેરમાં એક જ દિવસમાં 18 લોકોની નિર્મમ હત્યા થઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 10:18:06

શિકાગોથી નિરવ ગોવાણીનો અહેવાલ


અમેરિકામાં રોજે-રોજ કેટલાય અલગ-અલગ પ્રકારના રેકોર્ડ બનતા રહે છે, ત્યારે 31મી મે ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં અનોખો રેકોર્ડ સામે આવ્યો છે. આ રેકોર્ડના આંકડા જોઇને આપ પણ ચોંકી ઉઠશો. જાણો શિકાગો શહેરમાં રચાયેલ રેકોર્ડની વિગતો..

31 મી મે શિકાગો શહેર માટે સૌથી ખરાબ દિવસ રહ્યો હતો. હાલ અમેરિકામાં ચાલી રહેલા રંગભેદની નીતિના તોફાનો દરમિયાન 31મી મે ના રોજ શિકાગો શહેરમાં એક જ દિવસમાં 18 લોકોની નિર્મમ હત્યા થઇ હતી. ગત મે માસમાં અંતિમ સપ્તાહમાં છેલ્લા 3 દિવસમાં તોફાનો દરમિયાન 85 લોકોને ગોળી વાગી હતી, અને જેમાંથી છેલ્લા દિવસે 18 લોકોની હત્યા થઇ હતી.

શિકાગોના મેયર લોરી લાઇટફુટે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, ગત 31મી મેના રોજ શિકાગો પોલીસ વિભાગને 65 હજાર ઇમરજન્સી કોલ્સ આવ્યા હતા. પોલીસ વિભાગને 911 ઇમરજન્સી કોલ્સ પર સામાન્ય રીતે 15 હજાર જેટલા કોલ્સ આવતા હોય છે. જ્યારે માતત્ર 31મી મે ના રોજ એક  જ દિવસે 65 હજાર કોલ્સ આવ્યા હતા. એટલે કે અંતીમ દિવસે 50 હજાર જેટલા કોલ્સ વધારે આવ્યા હતા.

શિકાગો શહેરના ઇતિહાસમાં અગાઉ 4 ઓગષ્ટ 1991 ના રોજ એક જ દિવસે 13 લોકોની હત્યા થઇ હતી. જ્યારે ગત 31મી ના રોજ એક જ દિવસે 18 લોકોની હત્યા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હત્યામાં મોટાભાગે આફ્રિકન-અમેરિકન લોકોનો સમાવેશ થાય છે. ત્યારે હવે શિકાગો શહેરના તંત્ર સામે ક્રાઇમની વધતી સંખ્યા સૌથી મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે.  

adv

Related News

post
post
post
post
post
post
post