• Home
  • News
  • મુખ્યમંત્રી કેજરીવાલે BISના રિપોર્ટને ખોટો ગણાવ્યો
post

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના રિપોર્ટને ખોટો ગણાવીને તેને રાજનીતિનીથ પ્રેરિત કહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 09:59:02

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)ના રિપોર્ટને ખોટો ગણાવીને તેને રાજનીતિનીથ પ્રેરિત કહ્યો છે. કેજરીવાલે જણાવ્યું છે કે, દિલ્હીમાંથી લેવામાં આવેલા પાણીના નમુના બીઆઈએસના એક પણ મુદ્દે ખરા સાબીત થયા નથી. ભાજપે કહ્યું છે કે, વિકાસના નામે આપ સરકારે દિલ્હીના લોકોને ઝેરીલુ પાણી પીવડાવ્યું છે. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને શનિવારે 20 શહેરોમાં સર્વે રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં દિલ્હી સિવાય કોલકાતા અને ચેન્નાઈના પાણીના નમુના પણ 11માંથી 10 મુદ્દામાં ફેલ થયા છે.

ચાંદની ચોકથી ભાજપ સાંસદ ડૉ. હર્ષવર્ધને ટ્વિટ કર્યું છે કે, ફ્રી પાણી આપવાના નામે કેજરીવાલે દિલ્હીના લોકોને ઝેરીલુ પાણી પીવડાવી રહ્યા છે. 20 શહેરોના સર્વેમાં દિલ્હી છેલ્લા સ્થાને છે. વિકાસના મોટા મોટા વાયદા કરનાર સરકાર લોકોને ચોખ્ખુ પાણી પણ આપી શકતી નથી. આ વિશે કેજરીવાલે જવાબ આપતા કહ્યું છે કે, સર તમે એક ડોક્ટર છો. તમને ખબર છે કે આ રિપોર્ટ ખોટો છે અને રાજકારણથી પ્રેરિત છે. તમારા જેવા વ્યક્તિએ ગંદા રાજકારણમાં ન ફસાવવું જોઈએ. કેજરીવાલ દિલ્હી જળ બોર્ડના ચેરમેન પણ છે.