• Home
  • News
  • ભારત-ચીન સીમા વિવાદ:ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું- ચીન વાતચીતથી નહીં માને તો સૈન્ય વિકલ્પ પણ તૈયાર
post

ઘણાં રાઉન્ડની વાતચીત પછી પણ ચીન લદ્દાખના ફિંગર એરિયા, દેપ્સાંહ અને ગોગરાથી પીછે હટ નથી કરતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:44:48

ભારત-ચીન સીમા વિવાદ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે રાવતે કહ્યું છે કે, ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ નહીં આવે તો સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો જ છે. જોકે શાંતિથી સમાધાન કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સેના દરેક સમયે તૈયારરાવતે કહ્યું છે કે, આર્મીથી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC)ની આસપાસ અતિક્રમણ રોકવા અને આ પ્રકારની હરકતો પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સરકાર વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવા માંગે છે, પરંતુ જો LAC પર સ્થિતિ સામાન્ય રાખવાનો પ્રયત્ન સફળ નહીં થાય તો સેના દરેક સમય માટે તૈયાર છે.

રક્ષામંત્રી દરેક વિકલ્પોની સમીક્ષા કરી રહ્યા છેરાવતે જણાવ્યું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય સંબંધિત લોકો લદ્દાખમાં LAC પર સ્થિતિ પહેલાં જેવી સામાન્ય થાય તે માટે દરેક વિકલ્પો વિશે ચર્ચા વિચારણાં કરી રહ્યા છે. રાવતે ઈન્ટેલિજન્સ એજન્સીઓના કો-ઓર્ડિનેટમાં ખામી હોવાની વાત પણ ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે, એજન્સીઓ વચ્ચે સતત વાતચીત થતી રહે છે. મલ્ટી એજન્સી સેન્ટરની રોજ મીટિંગ થાય છે. આપણે સીમા પર આપણાં વિસ્તારોમાં 24 કલાક નજર રાખવાની વ્યવસ્થા કરી છે.

લદ્દાખમાં ચીનના ઘણા વિસ્તારોમાંથી પાછળ હટી રહ્યું નથી
આર્મી લેવલની વાતચીતના ઘણા રાઉન્ડ પછી પણ ચીન લદ્દાખના ફિંગર એરિયા, દેપ્સાંગ અને ગોગરામાંથી તેના સૈનિકોને પાછળ હટાવી રહ્યું નથી. ગલવાન વેલીમાં ભારત-ચીનની વચ્ચે 15 જૂને થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ લગભગ 35 સૈનિકોના મોત થયા હતા, જોકે તેણે આ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી.

ગલવાનની ઝપાઝપી પછી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર(NSA)અજીત ડોભાલ સાથેની વાતચીતમાં ચીન એ બાબતે રાજી થઈ ગયું કે તે વિવાદિત વિસ્તારોમાંથી પાછળ હટી જશે. પ્રથમ તબક્કાનું ડિસએન્ગેજમેન્ટ પુરુ પણ થઈ ગયું, જોકે ઘણા વિસ્તારોમાં ચીને ફરીથી અડિયલ વલણ દાખવવાનું શરૂ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post