• Home
  • News
  • કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યા 25 થઈ, બીમારી ફેલાય નહીં તે માટે દેશના 5 શહેરોને લોકડાઉન કરાયા
post

ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 830 કેસ સામે આવ્યા, અન્ય 1072 લોકોને ઈન્ફેક્શન થયુ હોવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:26:29

બેઈજિંગચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. સમગ્ર દેશમાં વાયરસના 830 કેસ સામે આવ્યા છે. સિવાય 20 રાજ્યોમાં 1072 લોકોને વાયરસનું ઈન્ફેક્શન હોવાની શક્યતા છે. ગુરુવાર સુધીમાં વાયરસના કારણે 25 લોકોના મોત થયા છે. ચીનના જે 5 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે તે શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. વુહાનના 90 લાખ લોકો સહિત કુલ 2 કરોડ લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ કરી દેવામાં આવ્યો છે. 5 શહેરોમાં આવતી બસો, ટ્રેનો અને ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. પહેલાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકો ચીન બહાર ગયા હોવાથી બીમારીની અસર દુનિયાના 9 દેશો સુધી પહોંચી છે.

ભારતીય નર્સ ચીનના કોરોના વાયરસથી પીડિત નથી
એક દિવસ પહેલાં સાઉદી અરબની હોસ્પિટલમાં કામ કરતી એક ભારતીય નર્સને કોરોના વાયરસનું ઈન્ફેક્શન હોવાની શક્યતા જોવા મળી હતી. જોકે સાઉદી સ્થિત ભારતીય એમ્બેસેડરે કહ્યું છે કે, નર્સ વાયરસના ટે ટાઈપથી પીડિત નથી. વધુમાં તેમણે કહ્યું છે કે, નર્સ કોરોના વાયરસના MERS-COV ટાઈપથી પીડિત છે, જ્યારે ચીનમાં હાલ NCOV (વુહાન) વાયરસ ફેલાયેલો છે.

સાઉદી અરબના સાઈન્ટિફિક રીજનલ ઈન્ફેક્શન કન્ટ્રોલ કમિટીના અધ્યક્ષ ડોક્ટર તારિક અલ-અજરાકીએ કહ્યું છે કે, ભારતીય નર્સને જે કોરોના વાયરસ થયો છે તે બીજા પ્રકારનો છે. તેની ઓળખ સાઉદી અરબમાં 2012માં થઈ હતી. જ્યારે ચીનમાં 25 લોકોના જીવ લેનાર વાયરસ પહેલીવાર વુહાનમાં 2019માં સામે આવ્યો હતો. વુહાનનો વાયરસ પહેલાં ક્યાંય જોવા મળ્યો નથી, તે ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.

લોકોને કામ વગર ઘરમાંથી નીકળવાની મનાઈ
પ્રશાસને સૌથી વધારે પ્રભાવિત પાંચ શહેરો વુહાન, ઈઝોઉ, હુઆંગગૈંગ, ચિબી અને ઝિઝિયાંગથી લોકોને બહાર જવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટ્રેન રોકી દેવામાં આવી છે. લોકોને કારણ વગર ઘરેથી નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ભીડ ભેગી થવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ચીનમાં ભારતીય એમ્બેસેડરે એડ્વાઈઝરી જાહેર કરી
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે કહ્યું છે કે, કોરોના વાયરસ વિશે અમે સતર્ક છીએ. ચીનમાં આપણાં એમ્બેસેડરે પણ એડ્વાઈઝરી જાહેર કરી છે. આવનાર લોકોનેએ સ્ક્રીનિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. તે ઉપરાંત ત્યાં રહેતા ભારતીય લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.

દેશોમાં આટલા કેસ સામે આવ્યા

દેશ

કુલ કેસ

મોત

ચીન

830

17

થાઈલેન્ડ

4

0

જાપાન

1

0

મકાઉ

1

0

જાપાન

1

0

દક્ષિણ કોરિયા

1

0

તાઈવાન

1

0

અમેરિકા

1

0

સિંગાપોર

1

0


માનવામાં આવે છે કે વાયરસ જાનવરથી ફેલાયો છે
અમેરિકાના 5 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. લંડનમાં મોસ્કો સુધી એરપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. WHO ખુલાસો કર્યો છે કે, પ્રભાવિત લોકો સંપર્કમાં આવતા ઈન્ફેક્શન ફેલાવાની શક્યતા છે. માનવામાં આવે છે કે, વાયરસ જાનવરથી ફેલાયો છે. ચીનના સ્વાસ્થય વિભાગના સીનિયર અધિકારી ગાઓ ફૂએ કહ્યું કે, અમે પહેલેથી જાણીએ છીએ કે બીમારી એક એવી જગ્યાથી વીકસી છે જ્યાં ગેરકાયદે રીતે જંગલી જાનવરોનું ખરીદ-વેચાણ થાય છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post