• Home
  • News
  • કોરોનાથી ફજેતી, વધતી બેકારી અને પક્ષ પર જિનપિંગની નબળી પકડના કારણે ભારતીય સરહદે ચીનનો હુમલો
post

પ્રોપેગેન્ડા હેઠળ ચીનને મજબૂત દેશ અને જિનપિંગને નિર્ણાયક નેતા બતાવવાનો પ્રયાસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:54:55

હોંગકોગ: કોરોના મહામારી પછી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રમુખ શી જિનપિંગની પકડ નબળી પડતી દેખાઈ રહી છે. લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) પર ભારતીય જવાનો સાથે હિંસક અથડામણ જિનપિંગને મજબૂત નેતા તરીકે દર્શાવવાનો પ્રયાસ હોય એવું દેખાઈ રહ્યું છે. રાજકીય અને સુરક્ષા વિશ્લેષકોના મતે, ચીન પ્રોપેગેન્ડા હેઠળ ચીનને મજબૂત દેશ અને જિનપિંગને નિર્ણાયક નેતા તરીકે રજૂ કરવા ધમપછાડા કરી રહ્યું છે, પરંતુ કોરોના મહામારી સામે લડવામાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ખરાબ રીતે નિષ્ફળ રહ્યા પછી તેમનો અસલી ચહેરો સામે આવી ગયો છે. 

હાલના સમયમાં ચીનના આક્રમક વર્તનનું વિશ્લેષણ કરતા ચીનના મામલાના નિષ્ણાત અને ચાઈના નેશનના કો-ફાઉન્ડર એડમ નીએ કહે છે કે, ચીનના કેટલાક લોકો બદઈરાદાથી તેને અખંડ રાષ્ટ્ર તરીકે પ્રચારિત કરી રહ્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટી પણ એ‌વા ઈરાદા ધરાવે છે. તેમના નેતાઓ પણ આસપાસના દેશો પર વર્ચસ્વ જમાવવા હંમેશા ભાર મૂકે છે, જ્યારે હકીકત એ છે કે ચીન અનેક ટુકડામાં વહેંચાઈ ગયું છે. તેમના નેતાઓ પરસ્પર વિરોધાભાસી છે. સંજોગો વિપરિત હોવાથી તેઓ મજબૂરીમાં એકબીજાની સાથે છે. 

સેન્ટર ફોર સ્ટ્રેટેજિકમાં ચીન ઈકોનોમિક્સ અને બિઝનેસના નિષ્ણાત સ્કોર્ટ કેનેડીએ કહ્યું કે, મહામારીના કારણે દેશને થયેલા નુકસાન ભરપાઈ કરવા કોમ્યુનિસ્ટ પાર્ટીએ તમામ નેતાઓને સક્રિય થવાનો હુકમ કર્યો છે. આ કારણસર ચીનના નેતાઓ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં ચીનના હિતોની રક્ષા કરતા હોય એવો દેખાડો કરી રહ્યા છે. એટલું જ નહીં, ચીન જે વિકાસ દરની વાત કરે છે, તે અનેક રીતે વિશ્વાસ કરવા લાયક નથી. 

કેનેડીનું અનુમાન છે કે, કોવિડ-19ના કારણે ચીનને રૂ. 756 કરોડનું નુકસાન થયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના અનુમાન પ્રમાણે, 2020માં ચીનનો વિકાસ દર ફક્ત 1.2% અને બેકારી દર 15% થઈ જશે, પરંતુ તેમણે બેકારી દર 5.5% રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. 

ગ્લોબલ તાઈવાન ઈન્સ્ટિટ્યુટના સિનિયર ફેલો જે માઈકલ કોલનો આરોપ છે કે, ચીનમાં ત્રણ હજાર નેતાઓની કુલ સંપત્તિ જ રૂ. 35.53 લાખ કરોડથી વધુ છે. તેઓ સ્વાર્થી, લાલચુ અને તકવાદી છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના દરેક સભ્યની સરેરાશ સંપત્તિ રૂ. 1,220 કરોડ છે. 

બેજિંગમાં કોરોનાના દર્દીઓ 106, ‘નો ગોન ઝોનજાહેર, સ્કૂલ-કોલેજો બંધ 
બેજિંગ- ચીનની રાજધાની બેજિંગમાં મંગળવારે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 106 થઈ ગઈ. અહીં સંક્રમણ રોકવા એલર્ટનું સ્તર બીજામાંથી ત્રીજા સ્તરનું કરાયું છે. આ ઉપરાંત બેજિંગમાં જવા પર પણ પ્રતિબંધ છે. બેજિંગ ચીનનો નવો નો ગો ઝોનછે. બેજિંગના ડે. સેક્રેટરી જનરલ ચેન લેઈએ કહ્યું કે, સંક્રમણ ફેલાતું રોકવા અમે સ્કૂલ-કોલેજો પણ બંધ કરી છે. હવે ફક્ત ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. બેજિંગમાં 11 જૂનથી સંક્રમણ વધ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post