• Home
  • News
  • દેશભરમાં ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કાર વચ્ચે સિવિલની કોવિડ હોસ્પિટલમાં બ્લડ સેલ કાઉન્ટ માટેનું ચાઇનીઝ મશીન મુકાયું
post

અમદાવાદની સિવિલ ઉપરાંત રાજકોટ અને સુરતની હોસ્પિટલ માટે 33 લાખની કિંમતનાં 4 ચાઇનીઝ મશીન ખરીદવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 09:37:00

અમદાવાદ: સમગ્ર દેશમાં ચાઇનાનો વિરોધ કરવા માટે ચાઇનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર થઇ રહ્યો છે, ત્યારે ખુદ ગુજરાત સરકારે બ્લડ સેલ કાઉન્ટ માટેના રૂ. 33 લાખની કિંમતના ચાઇનીઝ બ્રાન્ડનાં 4 મશીનોની ખરીદી કરતા વિવાદમાં સપડાઇ છે.

ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન (જીએસએમસીએલ) દ્વારા આ 4 મશીનમાંથી 1 અમદાવાદની કોવિડ હોસ્પિટલ, 2 રાજકોટ સિવિલ  અને 1 સુરતની હોસ્પિટલમાં મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.  ગુજરાત સરકાર દ્વારા ગત 7 મેનાં રોજ ચાઇનાની મિન્ડ્રે કંપનીને  દર્દીના બ્લડ કાઉન્ટ કરવા માટે ઉપયોગી એવાં  રૂ. 33 લાખની કિંમતનાં 4 મશીનોનો ઓર્ડર આપ્યો હતો. તેમજ લોકડાઉન વચ્ચે ગત 25 મેનાં રોજ ચાઇનીઝ કંપનીએ 4 મશીન ગુજરાત સરકારને આપ્યાં છે. 

મહત્ત્વની વાત એ છે કે, ભારતની કંપનીઓ બ્લડ સેલ કાઉન્ટ માટેનાં મશીન બનાવતી હોવા છતાં ગુજરાત સરકારે ચાઇનીઝ કંપની પાસેથી મશીન ખરીદયા છે. ચાઇનીઝ કંપની પાસેેથી ખરીદેલા 4 મશીનમાંથી 1 મશીન અમદાવાદની કોવીડ હોસ્પિટલની લેબોરટરીમાં, 2 મશીન રાજકોટ સિવિલ અને 1 મશીન સુરત સિવિલમાં આપવામાં આવ્યું છે. 

સિવિલ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. એમ.એમ. પ્રભાકરે આ વાતને સમર્થન આપ્યું હતું. દરમિયાન એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારની  ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન (જીએસએમસીએલ) દ્વારા દર્દીના બ્લડ સેલ કાઉન્ટ માટે એક ચાઇનાની મિન્ડ્રે કંપનીનું મશીન આપવામાં આવ્યું છે, જે કોવીડ હોસ્પિટલની લેબોરેટરીમાં મુકવામાં આવ્યુું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post