• Home
  • News
  • ચીને શાંતિની વાત કરી, ગલવાન ખીણને પોતાની પણ ગણાવી
post

બેઈજિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લાજિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 12:02:10

બેઈજિંગ: ચીને એક તરફ લદ્દાખમાં તણાવના શાંતિપૂર્ણ સમાધાનની વાત કહી. જોકે બીજી બાજુ ગલવાન ખીણ પર દાવો કર્યો. બેઈજિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લાજિંગે કહ્યું કે ચીન વાતચીતથી વિવાદ ઉકેલવાના પક્ષમાં છે. ચીનની સેનાના પશ્ચિમ થિયેટર કમાનના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ શુઈલીએ કહ્યું કે ગલવાન ખીણ ક્ષેત્ર પર સંપ્રભુતા હંમેશા ચીન પાસે જ રહી છે. 

ચીને સંરક્ષણ બજેટ 6.6% વધારી 13.68 લાખ કરોડ રૂ. કર્યુ
ચીને 22 મેના રોજ સંરક્ષણ બજેટમાં 6.6 ટકાનો વધારી કરી દુનિયાને ચોંકાવી હતી. કોરોના કાળમાં જ્યાં દુનિયાના બધા દેશોએ સંરક્ષણ સંબંધિત ખર્ચ પર રોક લગાવી કાં ખર્ચ ઘટાડી દીધો ત્યાં ચીને સંરક્ષણ બજેટ વધારી 13.68 લાખ કરોડ રૂપિયા કરી દીધું હતું. નવું ફંડ પરમાણુ સબમરીન અને સ્ટીલ્થ ફાઈટર પર ખર્ચાશે. 

ભારત-ચીનના વિદેશમંત્રીઓએ ફોન પર વાત કરી, હવે આગળ તણાવ ન વધારવા પર સહમતિ 
વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન સહમતિ બની કે બંને પક્ષ તણાવ વધારનારી કાર્યવાહીના બદલે શાંતિ સ્થાપિત કરવા પર ભાર મુકશે. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સમક્ષ ગલવા ઘાટીની ઘટના પર સખત વાંધો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે, તણાવ ઘટાડવા માટે 6 જુનના રોજ સૈનિક અધિકારીઓની બેઠકમાં સૈનિકો ખસેડવા પર સહમતિ સધાઈ હતી. પ્રક્રિયા થોડી આગળ વધી, પરંતુ ચીનના સૈનિકો ભારતીય વિસ્તારમાં તંબુ નાખવા જીદ્દ કરવા લાગ્યા હતા. તેના પર વિવાદ થઈ ગયો. ચીન તરફથી સુનિયોજિત રીતે હિંસા ભડકાવનારી હરકતો કરી. જયશંકરે કહ્યું કે, આવી હિંસક ઘટનાથી આંતરિક સંબંધો પર ઊંડી અસર થશે. સમયની માગ છે કે, ચીન પોતાના કરતૂતો પર નજર નાખીને ભૂલ સુધારે.

 

adv

Related News

post
post
post
post
post
post
post