• Home
  • News
  • વિદ્યાના ધામમાં હવસનો ખેલ:ચુની ગજેરાએ કોઈ કામોતેજક દવા લીધી હતી, બાહોપાશમાં લેવા આવતા હતાઃ સુરતની પીડિત શિક્ષિકાની અક્ષરશઃ ફરિયાદ
post

પીડિતા 2019થી તત્કાલીન પોલીસ કમિશનર, ડીસીપી, ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારી પાસે ગઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 11:50:00

સામાજીક અગ્રણી, ઉદ્યોગપતિ અને ગૌરવપથ પર આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા વિરૂદ્ધ તેની જ શાળાની શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. શાળામાંથી કાઢી મૂકવામાં આવેલી શિક્ષિકાએ દોઢ વર્ષ સુધી ધક્કા ખાધા બાદ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચુની ગજેરાએ કોઈ કામોતેજક દવા લીધી હતી, ઓફિસમાં બોલાવી બાહોપાશમાં લેવા આવતા હતા.

ઘટના શું હતી?
ઇન્ડોર સ્ટેડિયમ પાસે આદર્શનગરમાં રહેતા ઉદ્યોગપતિ અને ચુની ગજેરા અડાજણ ગજેરા ગ્લોબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ગજેરા ગ્લોબલ સ્કૂલ અડાજણ ગૌરવપથ પર આવેલી છે. તેમના આ શાળામાં 30 જુલાઇ 2018માં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે જોડાયેલી પિડીતાએ ચુની ગજેરાએ તેની સાથે હવસનો ખેલ ખેલવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ કરી હતી.શિક્ષિકાએ કરેલી ફરિયાદમાં શાળાના એક કાર્યક્રમમાં આવ્યા બાદ ચુની ગજેરાએ તેમની પર દાનત બગાડી હતી. મોબાઇલ નંબર લીધા બાદ મીસકોલ કરીને વાત કરવાનું શરૂ કર્યો હતો. કતારગામ લક્ષ્મી ડાયમંડની ઓફિસ ખાતે બોલાવી ત્યારે તેમણે પટાવાળાને અડધો કલાક સુધી કોઇને નહીં આવવા દેવાનું કહીને તેમની સાથે છેડતી કરવાની કોશિષ કરી હતી. શિક્ષિકા ત્યાંથી ચાલી ગઇ હતી. ફરિયાદ નોંધાવવા માટે પીડિતા 2019થી તત્કાલીન પોલીસ કમિશનર, ડીસીપી, ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારી પાસે ગઇ હતી. પરંતુ તેની ફરિયાદ લેવામાં નહીં આવતા આખરે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઇકોર્ટે આદેશ કરતા અડાજણ પોલીસે ચુની ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

અક્ષરશઃ ફરિયાદઃ આંખથી બીભત્સ ચેનેચાળા કરતા હતા
મારૂ નામ આશા (નામ બદલ્યું છે), મારા પતિ સાથે પીપલોદ વિસ્તારમાં રહું છું અને ધોરણ 1થી 10ના બાળકોને ટ્યુશન આપી ગુજરાન ચલાવું છું. મારા પતિ મકાન દલાલીનું કામ કરે છે. મોટા દીકરો 25 વર્ષનો છે જે મુંબઇ કોલ સેન્ટરમાં નોકરી કરે છે. 19 વર્ષનો નાનો દીકરો વડોદરામાં MBBSનો અભ્યાસ કરે છે. હું પાલ ગૌરવપથ ખાતે આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલમાં તા.30-7-2018થી શિક્ષિકા તરીકે લાગેલ, આ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા છે. હું હિન્દી વિષયની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને ધો.6થી 10ના વર્ગમાં ભણાવતી હતી. મને રૂ.27000 પગાર ચૂકવવામાં આવતા હતો. ચુની ગજેરા અવાર નવાર શાળામાં આવતા અને ઓફિસમાં બેસીને સ્કૂલનું નિરિક્ષણ કરતા હતા. ઘણી વખત સવારે મને ઓફિસમાં બોલાવીને કેમ છે? બકા તને કોઇ તકલીફ નથીને તું ખુશ છે તે અહીયાએમ કહીને આંખથી બીભત્સ ચેનેચાળા કરતા હતા. હું ટુંકમાં જવાબ આપીને ક્લાસમાં ચાલી જતી હતી.

31 જાન્યુઆરી 2019થી દરરોજ સાંજે ચુની ગજેરા ફોન કરતા હતા
તા.15 ડિસેમ્બર 2018ના રોજ અમારી સ્કૂલ દ્વારા ડાયમંડ જ્વેલરી ફેશન શો રાખ્યો હતો. તે દિવસે ચુની ગજેરા આવ્યા હતા અને શોના જજ રહ્યા હતા. ત્યારે પણ મારી સામે ધારીધારીને જોતા હતા. પ્રોગ્રામ પૂરો થતા હું ઘરે ગઇ હતી અને ફોન જોતા ચુની ગજેરાનો મીસકોલ હતો. બીજા દિવસે મે ચુની ગજેરાને ફોન કરીને પૂછ્યું કે, સાહેબ ગઇકાલે તમે ફોન કરેલો કંઇ કામ હતું? ત્યારે તેમણે કહ્યું હતું કે, તું ક્યાં છે તને કોઈ તકલીફ તો નથીને મેં તને પહેલા જોઇ હોત તો આજે તું ક્યાંથી ક્યાં હોત તેવી વાત કરવા લાગ્યા હતા. મે તમામ વાતો રેકોર્ડિંગ કરી લીધી છે. ત્યારબાદ તા.31 જાન્યુઆરી 2019થી દરરોજ સાંજે ચુની ગજેરા ફોન કરતા આ તમામ મે મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કર્યુ છે. હું તેમને સ્કૂલના રીપોર્ટ આપતા હતી. પણ જ્યારે ઉપરોક્ત વાક્યો બોલતા ચુપ થઇ જતી હતી.

પટ્ટાવાળાને ઓફિસમાં અડધો કલાક કોઈને ન આવવા જણાવ્યું હતું
તા.24 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન પરિહારે કહ્યું કે, તમારી વિરુદ્ધ ટ્રસ્ટી સાહેબ પાસે ઘણી ફરિયાદ ગયેલી છે. જેથી સાહેબ તને આવતીકાલે સવારે 11 વાગ્યે કતારગામ લક્ષ્મી ડાયમંડ ખાતે બોલાવે છે. બીજા દિવસે તા.25 ડિસેમ્બર 2018ના સોજ સવારે સવા નવ વાગ્યે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું આજે મ‌ળવા આવી જા. જેથી હું મળવા માટે લક્ષ્મી ડાયમંડ ગઇ હતી. ઓફિસમાં ચુનીભાઇ એકલા હતા. તેણે પ્રેમથી આવો બેસો, ચા, કોફી શું પીવું છે. તેમ કહીને પટાવાળાની કહ્યું હતું કે, અડધા કલાક સુધી કોઇને આવવા નહીં દેતા ત્યારબાદ મને પૂછ્યું હતું કે, તને કંઇ પૈસાની જરૂર છે કોઇ તકલીફ તો નથીને. મે તેમને ના મને કોઇ તકલીફ નથી એમ કહેતા તે ખુરશીમાંથી ઉભા થઇને ચાલ આપણે સોફા પર વાત કરીએ એમ કહીને સોફા પર બેસી ગયા હતા.

ચુની ગજેરાનું પ્રાઈવેટ પાર્ટ ઉત્તેજીત હતું
ચુની ગજેરાના પેન્ટની ચેઇન ખુલ્લી હતી. પ્રાઈવેટ પાર્ટ ઉત્તેજીત હતું, તેમણે કોઇ કામોતેજક દવા લીધી હતી. મને પોતાની બાહોપાશમાં લેવા માટે આગળ ધસી આવેલા ત્યારે મે તેમને રોકવા મારો હાથ ઉચો કરેલો ત્યારે તેણે કહ્યું હતું કે, અરે ગાંડી તું આજે આવવાની હતી અને મે તને બોલાવેલી હતી. આજે મે નીચે રેઝર કર્યું છે. તેમ કહેતા મે ધક્કો માર્યો હતો. તેમણે ટેબલના ખાનામાંથી કોઇ દવા લઇને ખાધી હતી. આ બાદ હું ત્યાંથી નીકળીને ઘરે આવી ગઇ હતી.

ચુની ગજેરાની વિચારધારામાં બેસતી નથી તેમ કહી નોકરી પરથી કાઢી મૂકી
બીજા દિવસે સ્કૂલના પ્રિન્સિપલનું વર્તન એકદમ બદલાઇ ગયું હતું. મને કહેતા હતા કે, તને છોકરા ભણાવતા આવડતું નથી. તું છોકરાને હેન્ડલ કરી શકતી નથી તેમ કહી કામોની ભૂલ કાઢતા કહેતા હતા. કહેતા હતા કે, તું ટ્રસ્ટી સાહેબની વિચારધારામાં બેસતી નથી તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. ચુની ગજેરાનો ખુબ ત્રાસ વધી જતા મેં કહ્યું હતું કે, હવે હું પોલીસ કમિશનર સાહેબ પાસે જઇને તમારી કરતૂતોની જાણ કરીશ. જેથી તા.27મી માર્ચ 2019એ પ્રિન્સિપાલે મને ચુની સરે કિધું છે મુજબ આવતીકાલથી નોકરી પર આવવાનું નથી. મે કહ્યું કે,મને નોટીસ પિરિયડનો પગાર આપો અને એક વર્ષોનો હિસાબ પુરો કરો અને સર્વિસ બૂકના નિયમ પ્રમાણે કાયમી કરો. પ્રિન્સિપાલે હવે કંઇ થઇ શકે તેમ નથી. તું કાલથી નોકરી પર નહીં આવતી તેમ કહેતા હું મારા ઘરે આ‌વી ગઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post