• Home
  • News
  • મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપીને WHOના ચીફે કહ્યું, ઝડપથી કાર્યવાહી કરી કોરોનાનાં સંક્રમણને નિયત્રિંત કરી શકાય છે
post

WHOએ જણાવ્યું કે; ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઈસોલેટિંગ પર ધ્યાન રાખવું જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:56:20

વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. યોગ્ય પગલાં લઈને સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે, તેવું WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેાનાઈઝેનશ)ના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસનું કહેવું છે. ટેડ્રોસ મુજબ, કોરોનાવાઈરસને કન્ટ્રોલ કરવો પણ સંભવ છે. તેમણે ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપી કહ્યું કે, આ તમામ સ્થળે સ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ ઝડપી કાર્યવાહીને લીધ સ્થિતિ હાલ કાબુમાં છે. WHOએ ટ્વીટ કરીને પણ આ વાત જણાવી છે.

જે સ્થળે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે ત્યાં સંક્રમણ વધી રહ્યું છે
WHO
ના ચીફનું કહેવું છે કે, કમ્યૂનિટી એંગેજમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઈસોલેટિંગ અને તમામ બીમાર વ્યક્તિ પર ફોકસ રાખીને કોરોનાની ચેઈનને તોડી શકાય છે અને સંક્રમણ પર સંપૂર્ણ રીતે રોક લગાવી સંભવ છે. દરેક દેશની કેટલીક લિમિટ હોય છે. જે સ્થળોએ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે ત્યાં સંક્રમણના કેસો વધી રહ્યા છે. તે સંજોગોમાં જો તમામ લોકો એકતા અને સતર્કતા રાખે તો ફાયદો થઈ શકે છે.

ભીડવાળી જગ્યાએ સંક્રમણ રોકીને બીજા લોકડાઉનથી બચી શકાય છે
WHO
ના ઈમર્જન્સી પ્રોગ્રામના હેડ ડૉ. માઈક રેયાનનું કહેવું છે કે, હાલની પરિસ્થિતિમાં કોરોનાવાઈરસનો નાશ કરવો એ મુશ્કેલ લાગી રહ્યું છે. ભીડવાળી જગ્યાઓ પર સંક્રમણ રોકીને  કોરોનાની બીજી લહેર અને ફરી લોકડાઉન જેવી સ્થિતિથી બચી શકાય છે.

દુનિયાના 196 દેશોમાં ડિસેમ્બર 2019થી અત્યાર સુધી કોરોનાના 1.26 કરોડ કેસ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી 5.59 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં 8.21 લાખ કેસ સામે આવ્યા છે અને 22 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post