• Home
  • News
  • શિયાળુ સત્ર - નાગરિકતા સુધારણા બિલ આજે બીજી વખત લોકસભામાં રજુ કરાશે, 11 વિપક્ષની પાર્ટી વિરોધમાં
post

સંસદના શિયાળુસત્રમાં ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ, 2019 રજુ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 11:14:27

નવી દિલ્હીઃ સંસદના શિયાળુસત્રમાં ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ, 2019 રજુ કરશે. ભાજપે તેના તમામ સભ્યોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે. કોંગ્રેસ સહિત 11 પાર્ટી આ બિલના વિરોધમાં છે. આ મુદ્દે સંસદમાં હોબાળો થવાની શક્યતાઓ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ભારતના લોકો સાથે ભેદભાવ નહીં થવા દઈએ. આ દરેક ધર્મ, સંસ્કૃતિ અને સમુદાયનો દેશ છે.

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીના સાંસદોએ નાગરિકત્વ સુધારણા બિલના વિરોધમાં સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીના પૂતળા સામે વિરોધ પ્રદર્શન કર્યું.મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં નાગરિકતા બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું, પણ રાજ્યસભામાં અટકી ગયું હતું. કેન્દ્રીય કેબિનેટમાંથી બિલને 4 ડિસેમ્બરે મંજૂરી મળી ગઈ હતી. આ બિલ દ્વારા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બિન-મુસ્લિમો(હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ)ને ભારતીય નાગરિકતા આપવામાં સરળતા રહેશે.