• Home
  • News
  • સિવિલની કેન્સર હોસ્પિટલ બની ‘કોવિડ’ હોસ્પિ., 300થી વધુ ડોક્ટર્સ સાથે 1500નો પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે
post

1700 બેડ, 300 ક્રિટિકલ બેડની વ્યવસ્થા કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:29:48

અમદાવાદ: કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સરકાર દર્દીઓને સારવાર આપવા માટે સુયોગ્ય વ્યવસ્થા કરી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સરની હોસ્પિટલને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ કોવિડ હોસ્પિટલમાં અંદાજે 300થી વધુ ડોક્ટર્સ અને 1500થી વધારે પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે.

આઇસોલેશન સાથે અન્ય વોર્ડની પણ સુવિધા
જેમાં 1700 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી 300 બેડ ક્રિટિકલ કન્ડિશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત ત્યાં નેગેટિવ પ્રેશર માટે AHU યુનિટ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આઇસોલેશન વોર્ડ, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્પ્રિંકલર્સ જેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી સહિત બાયોમેડિકલ વેસ્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ હોસ્પિટલમાં પ્રેગનન્ટ મહિલાઓ માટે પણ એક સ્પેશિયલ લેબર રૂમ બનાવ્યો છે.

દર્દીઓની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે
આ હોસ્પિટલમાં દર્દીઓ માટે સવારે યોગ-પ્રાણાયામ, હર્બલ ટી, ઉકાળો, ચા-બિસ્કિટ, ગરમ દૂધ વગેરે જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સમયસર જમવાનું, નાસ્તો, ટી.વી. વગેરે જેવી સુવિધા પણ આપવામાં આવી છે. દર્દીઓને હોટેલમાંથી સવાર-સાંજનું ભોજન આપવામાં આવે છે અને દર્દી સાજા થયા બાદ પરત ઘરે જાય ત્યારે પણ તેમને વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.