• Home
  • News
  • સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે CM રૂપાણીએ રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી
post

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતી છે. આજના દિવસે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-31 11:02:43

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતી છે. આજના દિવસે દેશભરમાં રન ફોર યુનિટીનું  આયોજન કરાયું છે. અમદાવાદમાં પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતેથી રાષ્ટ્રીય એકતા માટેની દોડનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને પોલીસનાં જવાનો જોડાયા હતાં.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ ડૉ. કિરીટ સોલંકી તથા મેયર બિજલબેન પટેલ તથા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હાજર રહ્યાં હતાં. રન ફોર યુનિટી દરમ્યાન ઝુંબા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરદારે ભારતને એકતાના તાંતણે જોડ્યું હતું. આજે આપણો દેશ એક થયો છે. અને સરદારના સ્વપનને સાકાર કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે, દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી. તો જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય એકતાનાં શપથ લેવડાવ્યાં હતાં.