• Home
  • News
  • કર્ણાવતી ક્લબના ભોજનમાંથી વંદો નીકળ્યો, રસોડામાં મરેલો ઉંદર મળ્યો
post

રેસ્ટોરાંના રસોડામાં સભ્યો માટે બનાવેલી વાનગીઓ નજીક ચોતરફ ગંદકી પણ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 10:29:12

અમદાવાદ: કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. શનિવારે રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. જો કે, મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર પરિવાર પર દબાણ કરાઈ રહ્યું છે.


ક્લબ મેમ્બર ઠક્કર પરિવાર શનિવાર રાત્રે 2.30 વાગે રેસ્ટોરામાં જમવા ગયો હતો
એક તરફ કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખી સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ત્યારે બીજી તરફ ક્લબમાં બનેલી આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ક્લબની રેસ્ટોરાં આખી રાત ચાલુ રહેતી હોય છે. ક્લબનું મેમ્બર ઠક્કર પરિવાર શનિવાર રાત્રે 2.30 વાગે રેસ્ટોરામાં જમવા ગયું હતું. આ સમયે ઠક્કર પરિવારના જમવાની ડિશમાં વંદો નીકળતા વિવાદ થયો હતો. વધારામાં ક્લબના સભ્યો માટે તૈયાર કરવામાં આવેલી વાનગીઓ જ્યાં મૂકવામાં આવી હતી તેની નજીક મરેલો ઉંદર પણ પડ્યો હતો. ક્લબની મેનેજમેન્ટ કમિટીએ વિવાદને દાબી દેવાનો પ્રયાસ કર્યો છે. તપાસ કરવાને બદલે ક્લબના એક ઉચ્ચ અધિકારીએ ઠક્કર પરિવારને ક્લબના ફોન કરી દબાણ લાવતા હોવાનો આક્ષેપ છે.


ઘટના પરિવારે ઉપજાવી કાઢી હોવાનો ક્લબનો આરોપ
કર્ણાવતી ક્લબના CEO આર.કે. ભટ્ટે જણાવ્યું હતું કે, શનિવાર રાત્રે 2.27 વાગે ઠક્કર પરિવાર આવ્યો હતો. 2.45 વાગે તેમણે ક્લબમાં ઇશ્યૂ ઊભો કર્યો હતો. તેઓ રેસ્ટોરાંને પૈસા ચૂકવ્યા વગર તેમજ ફરિયાદ લખ્યા વગર નીકળી ગયા હતા. જો તેઓ સાચા હોય તો ફરિયાદ કેમ નથી કરતા અને વીડિયો કેમ વાઈરલ કર્યો. આ આખો મામલો ઊપજાવેલો છે,આવુ કંઇ બન્યું નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post