• Home
  • News
  • ઉત્તર ભારતમાં ઠંડીની લહેર:અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ, 13 કેન્સલ, 25 મોડી પડી, અમદાવાદ-લખનૌ ફ્લાઈટ 14 કલાક લેટ
post

લંડનમાં કોરોનાના બદલાયેલા નવા સ્ટ્રેઇનને કારણે ભારતથી લંડન જતી ફ્લાઇટો 28 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-12 10:58:28

ઉત્તર ભારતમાં ઠંડીની લહેરને કારણે તે તરફથી આવતી-જતી 25 ફ્લાઇટો એક કલાક કરતાં વધુ મોડી પડી હતી. 13 ફ્લાઇટો કેન્સલ કરાઇ હતી. મોડી પડનારી ફ્લાઇટોમાં મોટાભાગની દિલ્હી જતી-આવતી ફ્લાઇટોનો સમાવેશ થયો હતો. વાતાવરણ ખરાબ હોવાને કારણે સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરાઇ હતી.

વાતાવરણની અસર ફ્લાઇટોના શિડ્યુલ પર જોવા મળી છે. મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ, સ્પાઇસ જેટની ચાર, ઇન્ડિગોની 14, એર ઇન્ડિયાની ત્રણ અને વિસ્તારાની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. જ્યારે કેન્સલ થયેલી 13 ફ્લાઇટોમાંથી 9 ગો-એરની, બે-બે ઇન્ડિગો-સ્પાઇસ જેટની ફ્લાઇટો હતી.

લંડન જતી ફ્લાઇટ 28મી સુધી રદ
લંડનમાં કોરોનાના બદલાયેલા નવા સ્ટ્રેઇનને કારણે ભારતથી લંડન જતી ફ્લાઇટો 28 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે. જેથી અમદાવાદ-લંડનની ફ્લાઇટો રદ રહેશે.

આ ફ્લાઈટો રદ

·         ગો-એર : અમદાવાદ-બેંગાલુરુ, અમદાવાદ-લખનૌ, અમદાવાદ-જયપુર, અમદાવાદ-દિલ્હી, દિલ્હી-અમદાવાદ, ચેન્નઇ-અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ, જયપુર-અમદાવાદ, મુંબઇ-અમદાવાદ

·         ઇન્ડિગો : અમદાવાદ-દિલ્હી, દિલ્હી-અમદાવાદ

·         સ્પાઇસ જેટ : અમદાવાદ-દરભંગા, દરભંગા-અમદાવાદ

મોડી ફ્લાઈટોમાં મોટાભાગની ઉ.ભારતની

એરલાઈન

કેટલી મોડી

ગો-એર

અમદાવાદ-લખનૌ

14.25 કલાક

અમદાવાદ-મુંબઇ

2.20 કલાક

લખનૌ-અમદાવાદ

3.09 કલાક

સ્પાઇસ જેટ

અમદાવાદ-દિલ્હી

(જયપુર ડાયવર્ટ)

અમદાવાદ-કાનપુર

1.6 કલાક

બેંગાલુરુ-અમદાવાદ

1.07 કલાક

કાનપુર-અમદાવાદ

1.25 કલાક

ઇન્ડિગો

અમદાવાદ-લખનૌ

1.54 કલાક

અમદાવાદ-કોઇમ્બતુર

1.14 કલાક

અમદાવાદ-દિલ્હી

4.51 કલાક

અમદાવાદ-દહેરાદૂન

3.42 કલાક

અમદાવાદ-દિલ્હી

1.16 કલાક

અમદાવાદ-રાંચી

1.11 કલાક

લખનૌ-અમદાવાદ

2.28 કલાક

દિલ્હી-અમદાવાદ

1.25 કલાક

દિલ્હી-અમદાવાદ

1.57 કલાક

દહેરાદુન-અમદાવાદ

3.39 કલાક

દિલ્હી-અમદાવાદ

2.56 કલાક

શિરડી-અમદાવાદ

1.13 કલાક

નાગપુર-અમદાવાદ

1.10 કલાક

રાંચી-અમદાવાદ

1.5 કલાક

વિસ્તારા

અમદાવાદ-દિલ્હી

2.53 કલાક

એર ઇન્ડિયા

અમદાવાદ-દિલ્હી

3.34 કલાક

અમદાવાદ-ઓઝાર

1.9 કલાક

 

adv

Related News

post
post
post
post
post
post
post