• Home
  • News
  • કર્નલ ગગનદીપસિંહ 21 રાષ્ટ્રીય રાઇફલ્સના નવા કમાન્ડીંગ ઓફિસર બન્યા, આ બટાલિયનના CO રહેતા તેમને 2016માં યુદ્ધ સેવા મેડલ મળી ચૂક્યો છે
post

કર્નલ સિંહ પણ આશુતોષની જેમ બ્રિગેડ ઓફ ગાર્ડથી છે અને તેમની પેરેન્ટ યુનિટ 11 ગાર્ડ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 10:21:56

નવી દિલ્હી: કર્નલ ગગનદીપસિંહ 21 રાષ્ટ્રીય રાઇફલ્સના નવા કમાન્ડીંગ ઓફિસર હશે. તેમણે સોમવારે સવારે હંદવાડા પહોંચીને બટાલિયનની કમાન સંભાળી હતી. આ નિર્ણય થયા બાદ એક જ દિવસમાં તેઓ રાજસ્થાનમાં ગંગાનગરથી કાશ્મીર પહોંચી ગયા છે. શનિવાર-રવિવારના થયેલા એક એન્કાઉન્ટરમાં 21 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડીંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા શહીદ થઇ ગયા હતા. 

સૂત્રો પ્રમાણે શનિવાર-રવિવારની રાત્રે કર્નલ આશુતોષના શહીદ થયા બાદ કાશ્મીર સ્થિત આર્મીની 15મી કોર અને નોર્દર્ન કમાન્ડ ઉધમપુરના આર્મી હેડક્વાર્ટરે સાથે મળીને નવા CO લાવવાની કવાયત શરૂ કરી નાખી હતી. 

7 અધિકારીઓને પૂછવામાં આવ્યું- કમાન્ડ કરવા તૈયાર છો ?
તેના માટે 7 એવા ઓફિસર્સના પ્રોફાઇલ ચેક કરવામાં આવ્યા જે પહેલા 21 રાષ્ટ્રીય રાઇફલ્સમાં પોસ્ટેડ રહી ચૂક્યા છે. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કમાન્ડ કરવા તૈયાર છે? માત્ર બે કલાકમાં તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. દરેકનો જવાબ હા હતો. ત્યારબાદ કર્નલ ગગનદીપસિંહની પસંદગી કરવામાં આવી. કર્નલ જીડી સિંહ આ પહેલા 2013-15 વચ્ચે પણ આ  બટાલિયનના કમાન્ડીંગ ઓફિસર રહી ચૂક્યા છે. CO તરીકે તેમને વીરતા પદક યુદ્ધ સેવા મેડલણ પણ મળ્યો હતો. ત્યારબાદ તેઓ રાજસ્થાનના ગંગાનગરમાં 16 ડિવિઝન હેડક્વાર્ટરમાં સ્ટાફ ઓફિસર તરીકે પોસ્ટેડ હતા. 

કર્નલ જીડી સિંહે અગત્યનું પ્રોફાઇલ છોડીને મુશ્કેલ રોલની પસંદગી કરી
ગંગાનગર પોસ્ટીંગ પહેલા તેમણે મધ્યપ્રદેશના મહુથી હાયર કમાન્ડ કોર્સ કર્યો હતો. 21 રાષ્ટ્રીય રાઇફલ્સના CO તરીકે ગગનદીપસિંહ આર્મીના અગત્યના કોર્સ માટે ગયા હતા. ગગનદીપ સિંહ ગંગાનગરથી પોસ્ટીંગ પર દિલ્હી જવાના હતા. તેમણે આર્મી હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર મિલિટરી ઓપરેશનની પ્રોફાઇલ મળી હતી. પરંતુ તેમણે આ અગત્યની પ્રોફાઇલ છોડીને આ મુશ્કેલ રોલની પસંદગી કરી . ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે એક બટાલિયન કમાન્ડ કરીને ફરી હાયર કમાન્ડ કોર્સ કર્યા બાદ અધિકારી ફરી બટાલિયન કમાન્ડ કરવા નથી જતા. 

11 ગાર્ડે 300થી વધુ આતંકવાદી ઠાર કર્યા
કર્નલ સિંહ પણ કર્નલ આશુતોષની જેમ બ્રિગેડ ઓફ ગાર્ડથી છે અને તેમની પેરેન્ટ યુનિટ 11 ગાર્ડ છે. 21 રાષ્ટ્રીય રાઇફલ્સના ઓફિસર્સ અને જવાન બ્રિગેડ ઓફ ગાર્ડથી જ છે. આ યુનિટે 300થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ત્યારબાદ આ યુનિટ ટ્રિપલ સેન્ટૂરિયન્સ કહેવાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post