• Home
  • News
  • કર્ણાટકને સાર્વભૌમ કહેવા પર સોનિયા સામે ફરિયાદ:ભાજપે ચૂંટણી પંચને કહ્યું- કોંગ્રેસની નજરમાં કર્ણાટક દેશથી અલગ, FIR નોંધવી જોઈએ
post

PMએ કહ્યું હતું- કોંગ્રેસ કર્ણાટકને ભારતથી અલગ કરવાની વકાલત કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-08 19:07:14

હૈદરાબાદ: ભાજપે સોમવારે સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હકીકતમાં 6 મેના રોજ સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબલીમાં રેલી કરી હતી. કર્ણાટકમાં સોનિયાની આ પહેલી અને છેલ્લી રેલી હતી. રેલી પૂરી થયા પછી, કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કર્યું - કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) ચેરપર્સન સોનિયા ગાંધીનો કર્ણાટકના 6.5 કરોડ લોકોને મજબૂત સંદેશ. કોંગ્રેસ કર્ણાટકની વિશ્વસનિયતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને ક્યારેય આંચ આવવા દેશે નહીં.

આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, જિતેન્દ્ર સિંહ અને પાર્ટીના નેતા અનિલ બલુનીના નેતૃત્વમાં બીજેપીનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ચૂંટણી પંચને મળ્યું અને સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવાની માગ કરી. પાર્ટીના નેતા તરુણ ચુગે કહ્યું- સાર્વભૌમ એક રાષ્ટ્ર હોય છે, રાજ્ય નથી.

સોનિયા ગાંધીએ સાર્વભૌમત્વની વાત કરીને દેશના બંધારણનું અપમાન કર્યું છે. અમે ચૂંટણી પંચને તેમની સામે FIR નોંધવા નિર્દેશ આપવાની માગ કરી છે. સોનિયા ગાંધીએ દેશની જાહેરમાં માફી માગવી જોઈએ.

PMએ કહ્યું હતું- કોંગ્રેસ કર્ણાટકને ભારતથી અલગ કરવાની વકાલત કરી રહી છે
આ ચૂંટણીમાં હવે કોંગ્રેસના રાજવી પરિવારે કહ્યું છે કે તેઓ કર્ણાટકની સાર્વભૌમત્વની રક્ષા કરવા માંગે છે. કર્ણાટકનું overeignty એટલે કે સાર્વભૌમત્વ. જ્યારે કોઈ દેશ સ્વતંત્ર થાય છે ત્યારે તેને સાર્વભૌમ રાષ્ટ્ર કહેવામાં આવે છે. મતલબ કે કોંગ્રેસ ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી અલગ કરવાની હિમાયત કરી રહી છે. કોંગ્રેસમાં ટુકડે-ટુકડે ગેંગનો રોગ આટલો ઊપર પહોંચશે એવું મેં વિચાર્યું નહોતું. કોંગ્રેસ પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વાત શેર કરી હતી...

 

adv

Related News

post
post
post
post
post
post
post