• Home
  • News
  • વડોદરા કિશોરી દુષ્કર્મ કેસ:પીડિતાને પાખંડી પ્રશાંતના બેડરૂમમાં મોકલી હોવાની અંગત સેવિકા દિશાની કબૂલાત, કોઇ મહિલાનું શોષણ થાય તો ચૂપ જ રહેતી
post

ગોત્રી સ્થિત દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર પ્રશાંતે 12 વખત દુષ્કર્મ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 12:28:44

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે 5 વર્ષ સુધી કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન સેવિકા દિશા અનેક ખુલાસાઓ કરી રહી છે. જેમાં પીડિતાને પાખંડી પ્રશાંતના બેડરૂમમાં મોકલી હોવાની અંગત સેવિકા દિશા જોને કબૂલાત કરી છે અને કોઇ મહિલાઓનું શોષણ થતું હોય, ત્યારે સેવિકા દિશા ચૂપ જ રહેતી હતી. દિશાના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતાં ફરી તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

દિશા પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, તેને સામે સવાલ સુદ્ધા કરતી નહોતી પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામેના દુષ્કર્મના કેસમાં પકડાયેલી અંગત સેવિકા દિશાના બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, 12 વર્ષથી પ્રશાંતની સતત સાથે રહેલી દિશા જોન પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, તે તેને સામે સવાલ સુદ્ધા કરતી ન હતી અને પ્રશાંતના દરેક કાર્યોમાં તે સહકાર આપતી હતી. પ્રશાંતે તેનું પણ શોષણ કર્યું હતું અને છતાં અન્ય કોઇ મહિલાનું શોષણ થાય તો પણ દિશા ચૂપ રહેતી હતી.

ફાંકડું અંગ્રેજી બોલતી દિશા ટૂંકાગાળામાં જ પ્રશાંતની ખાસ બની ગઇ
2008
માં દિશા મુંબઇથી માતા સાથે વડોદરા આવ્યાં બાદ પ્રશાંતના સંપર્કમાં આવી હતી. ફાંકડું અંગ્રેજી બોલતી દિશા ટૂંકાગાળામાં પ્રશાંતની નજીક આવી ગઇ અને તે કહે તેમ કરતી હતી. પ્રશાંતની સાથે સતત રહેતી હતી અને તે તેને એકલો મૂકતો ન હતો. પ્રશાંતની દરેક અંગત વાત તેને ખબર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

પ્રશાંત પૈસા કે ચીજો દિશાને આપવાનું કહેતો
સૂત્રોએ જણાવ્યું હતું કે પાખંડી પ્રશાંતના પ્રભાવમાં આવી ગયેલી દિશા જોન ને પ્રશાંતે તેની બધી જ તિજોરી અને લોકરની ચાવીઓ સોંપી હતી. પ્રશાંત જો કોઈ શિષ્ય પાસે ચીજો કે પૈસા મંગાવે તો તે પૈસા કે ચીજો તેના હાથમાં લેતો ન હતો અને દિશા જોનને આપી દો એમ કહેતો હતો દિશા પૈસા કે ચીજ લઈને પ્રશાંતને આપતી હતી પ્રશાંતને સૌથી વધુ વિશ્વાસ દિશા ઉપર હતો અને તેની પડછાયાની જેમ સાથે જ રહેતી હતી. પ્રશાંતના તમામ સામાન ડ્રોન કેમેરા ફોટો કેમેરા અને સ્ટુડિયો રૂમનો સામાન પણ દિશા પાસે રહેતો હતો. પ્રશાંત જ્યારે બેલ વગાડે ત્યારે બેલ સાંભળીને માત્ર દિશા જ તેના રૂમમાં જતી હતી પ્રશાંત ના મોબાઈલના તમામ ડેટા નું બેકઅપ લેવાનું કામ અને ફોટો વિડીયો નું ફોલ્ડર બનાવીને તેને એરેન્જ કરવાનું કામ પણ દિશા જોન કરતી હતી.

દિશાના ફ્લેટમાં સર્ચ કરાયું
પોલીસ દિશા જોનને સાથે રાખીને વાઘોડિયા ડભોઇ રોડ પર આવેલા કાન્હા ગોલ્ડમાં દિશાના ફ્લેટ પર પહોંચી હતી અને ત્યાં સર્ચ કર્યું હતું. જોકે કોઈ ચીજ મળી આવી ન હતી. પોલીસે દિશાનો મોબાઇલ કબજે કર્યો હતો. જોકે લેપટોપ અગાઉ કબજે કરાયું હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ ગુરુવારે દિશાને સાથે રાખીને ગોત્રીમાં આવેલા પ્રશાંતના આશ્રમમાં સર્ચ કરવામાં આવશે. દિશાએ પોલીસને ફરીથી એકવાર જણાવ્યું હતું કે પ્રશાંત જેને બોલાવતો હતો તે મહિલાને તે પ્રશાંતની રૂમ મોકલતી હતી. રિમાન્ડ પર રહેલી દિશા જોનને સાથે રાખીને તપાસ શરૂ કરાઈ. પાખંડી પ્રશાંતનાં દરેક કૃત્યોમાં દિશા જોન સાથ આપતી હતી

દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર પ્રશાંતે 12 વખત દુષ્કર્મ કર્યું હતું
2013
થી 2017ના ગાળામાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યું હતું. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને વાઘોડિયા-ડભોઇ રોડના કાન્હા ગોલ્ડના ફ્લેટમાંથી ઝડપી સોમવારે સત્તાવાર ધરપકડ કરી હતી. મંગળવારે અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પ્રશાંતે કિશોરીનો પણ વિડિયો ઉતાર્યો હતો અને તેનું મેમરી કાર્ડ તેનાં માતા-પિતા સાથે કિશોરી પાસે મોકલ્યું હતું. આ અસલ વીડિયો ક્યાં છે, તેની જાણકારી દિશા જોન પાસે હોવાની શક્યતાને પગલે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. પ્રશાંતે અન્ય કેટલી મહિલાના વીડિયો ઉતાર્યા હતા અને તે કયા મોબાઇલ અને લેપટોપમાં સ્ટોર છે, પ્રશાંતની રૂમમાં અન્ય કેટલી મહિલાઓને મોકલાઇ હતી તે વિશે પણ દિશા જોનની પૂછપરછ શરૂ કરાઇ હતી.

દિશાએ પોલીસને જણાવ્યું હતું કે, મારી સાથે પણ ટોર્ચરિંગ કરાયું હતું
તેણે પોલીસ સમક્ષ જણાવ્યું કે મારી સાથે પણ ટોર્ચરિંગ કરાયું હતું. હું સત્સંગના વીડિયોનું એડિટિંગ કરતી હતી અને તેનો 8 હજાર પગાર મળતો હતો. તેની અન્ય બે સાથીદાર સેવિકા પૈકી દિક્ષા ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાની માહિતી તેણે આપી હતી, પણ ઉન્નતિ ક્યાં છે તેની માહિતી ન હોવાનો બચાવ તેણે કર્યો હતો. એક તબક્કે દિશાએ તેનું પણ શોષણ કરાયું હોવાનું જણાવ્યું હતું. તેણે પોતે પ્રશાંતથી ખાસ્સી પ્રભાવિત થઇ હોવાનું અને પ્રશાંતે બ્રેઇન વોશ પણ કર્યું હોવાનું જણાવ્યું હતું અને તે પ્રશાંત કહે તેમ જ કરતી હતી. પ્રશાંતના દરેક કૃત્યોમાં તે સાથ આપતી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post