• Home
  • News
  • અમદાવાદની પરિસ્થિતિ પર CM રૂપાણીની કોંગ્રેસના 3 MLA સાથે મિટિંગ, Dy.CM અને ગૃહમંત્રી હાજર રહ્યા
post

કોંગ્રેસના 3 ધારાસભ્યો દાણીલીમડાના શૈલેષ પરમાર, દરિયાપુરના ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ઇમરાન ખેડાવાલાની CMની સાથે ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 08:44:01

અમદાવાદ. કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.


અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના ક્વોરન્ટીન કરાયેલી જગ્યાઓ

વિસ્તાર

હાઈરિસ્ક ઝોનમાં સામેલ થઈ શકે તેવા વિસ્તાર

ઇન્દ્રપુરી

નવી વસાહત ક્લસ્ટર ક્વોરન્ટીન.

ન્યૂ વેજલપુર

અલ-માસ એપાર્ટમેન્ટ ક્લસ્ટર ક્વોરન્ટીન.

રખિયાલ

GHB બ્લોક 70, 248 ઘર ક્લસ્ટર ક્વોરન્ટીન.

બોડકદેવ

બી-404 દેવપ્રીત એપાર્ટમેન્ટ ક્લસ્ટર ક્વોરન્ટીન.

બોડકદેવ

એ-403, દેવરાજ એપાર્ટમેન્ટ ક્લસ્ટર ક્વોરન્ટીન.

જમાલપુર

726, ચામડિયાવાસ ક્લસ્ટર ક્વોરન્ટીન.

આંબાવાડી

ડી-125 નિલમ એપાર્ટમેન્ટ ક્લસ્ટર ક્વોરન્ટીન.

દાણીલીમડા

નૂર એ મોહમ્મદી, મુસામીયાની ચાલ ક્લસ્ટર ક્વોરન્ટીન

દાણીલીમડા

સફી મંઝીલ ક્લસ્ટર ક્વોરન્ટીન.

કાલુપુર

કુત્બી મહોલ્લો ક્લસ્ટર ક્વોરન્ટીન.

શાહપુર

201, ક્રિસ્ટલ ફ્લેટ. ક્લસ્ટર ક્વોરન્ટીન.

દરિયાપુર

મલેકશાં મસ્જિદ ક્લસ્ટર ક્વોરન્ટીન.

દરિયાપુર

2008, માતાવાડી પોળ ક્લસ્ટર ક્વોરન્ટીન.

દરિયાપુર

શાકરખા મસ્જિદની પોળ ક્લસ્ટર ક્વોરન્ટીન.

 

adv

Related News

post
post
post
post
post
post
post