• Home
  • News
  • સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં 18 ધારાસભ્યો ગઢડા રવાના, રાજીનામું આપનાર ગઢડાના ધારાસભ્યનો વિરોધ કરશે
post

પહેલા ધારાસભ્યો રાજસ્થાન જવાના હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 12:04:35

રાજકોટ: કોંગ્રેસમાં એક પછી એક ધારાસભ્યોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કર્યું છે. ગત શનિવારે સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને રાજકોટના નીલસીટી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધારાસભ્યો હાજર રહ્યાં ન હતાં. ત્યારે આજે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને ધારી લઈ જવામાં આવી રહ્યાં છે. આ સાથે જ કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ રાજકોટથી ગઢડા ગયા છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુંમરે આક્ષેપ કરતા કહ્યું કે પંજાનો દ્રોહ કરીને જે લોકો ધારાસભ્યો બન્યા પછી પોતાના સ્વાર્થ માટે ચૂંટણી વખતે તેઓ રાજીનામા આપી રહ્યાં છે ત્યારે આવા લોકો પ્રત્યે લોકોને જાગૃત કરવા એ અમારી ફરજ છે. જેથી લોકોને જાગૃત કરવા અમે આ પ્રયાસ કરી રહ્યાં છીએ. ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે. મહત્વનું છે કે પહેલા આ ધારાભ્યોને રાજસ્થાન લઈ જવાના હતા. પરંતુ હવે આ ધારાસભ્યોને પરેશ ધાનાણીના હોમટાઉન અમરેલી ખાતે લાવવામાં આવી રહ્યાં છે. આ ધારાસભ્યો ધારીના ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવી શકે છે. તો કોંગ્રેસના ધારાસભ્યો ગઢડામાં વિરોધ કરશે.

કોંગ્રેસના ધારાસભ્યો ગઢડામાં લોકોનો અભિપ્રાય લેશે
ગઢડાના ધારાસભ્યના રાજીનામા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા જઈને લોકોનો અભિપ્રાય લેશે. આ સાથે જ રાજીનામુ આપનાર ધારાસભ્યનો વિરોધ કરે તેવી પણ સંભાવના છે.

આ ધારાસભ્યો રાજકોટથી ગઢડા ગયા
1.
પરેશ ધાનાણી
2.
લલિત વસોયા 
3.
લલિત કગથરા 
4.
વિક્રમ માડમ 
5.
ભગાભાઈ બારડ 
6.
હર્ષદ રિબડિયા 
7.
ભીખાભાઈ જોશી 
8.
ચિરાગ કાલરિયા 
9.
પ્રવીણ મુછડીયા 
10.
વિમલ ચુડાસમા
11.
બાબુભાઈ વાંઝા 
12.
પુંજાભાઈ વંશ 
13.
જાવેદ પીરઝાદા 
14.
પ્રતાપ દુધાત
15.
વીરજી ઠુમ્મર
16
કનુભાઈ બારૈયા.
17.
મોહન વાળા
18
સંતોકબેન આરેઠીયા ના પતિ.

સૌરાષ્ટ્રનાં 3 જેટલા ધારાસભ્યો રિસોર્ટમાં હાજર રહ્યાં ન હતા
કોંગ્રસમાં એક પછી એક ધારાસભ્યોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કર્યું છે. શનિવારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના નીલસીટી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધારાસભ્યો હાજર ન રહેતા આજ સાંજ સુધીમાં તમામ ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની સંભાવના હતી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના 3 જેટલા ધારાસભ્યો હાજર રહ્યાં ન હતાં. અમરીશ ડેર, પુંજા વંશ અને વિક્રમ માડમ શનિવારે બેઠકમાં હાજરી આપીને જતા રહ્યાં હતાં. આ સાથે જ અમરીશ ડેરને તો ઓફર પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

ધારાસભ્યના ખરીદ વેચાણ મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો
જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ધારાસભ્યના ખરીદ વેચાણ મુદ્દે પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ શિક્ષણમાં ફી મુદે રોડ પર બેનરો દર્શાવી વિરોધ નોંધાવ્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post