• Home
  • News
  • કોંગ્રેસનો આક્ષેપ:લોકસભા, રાજ્યસભા અને મહિલા બાળ વિકાસ મંત્રાલયના PM કેર ફોર ચિલ્ડ્રન યોજનામાં લાભાર્થીના આંકડાઓમાં વિસંગતતા
post

લોકસભા, રાજ્યસભા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડામાંથી કોના આંકડા સાચા માનવા એ સવાલ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:00:51

અમદાવાદ: કોંગ્રેસ દ્વારા સરકારના લોકસભા, રાજ્યસભા દરેકમાં અલગ-અલગ વિગતો આપતી સરકારના આંકડાઓમાં વિસંગતતા આવતા આક્ષેપ કર્યા છે. લોકસભામાં એક સાંસદના જવાબમાં દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના જ જવાબમાં અલગ આંકડા પ્રસ્તુત કર્યા છે. તે આંકડામાં ગોલમાલ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પોતાની સરકારની વાહવાહી લૂંટવામાં મસ્ત ભાજપાના નેતાઓ, સાચા આંકડાથી કેમ શરમાય છે. કોરોનામાં પી. એમ. કેરમાં કોને ફંડ આપ્યાં એ ભલે ના દર્શાવો પણ સરકારી સ્કીમ દ્વારા લાભાર્થીઓ આંકડા કેમ સંતાડવામાં આવી રહ્યા છે.

બન્ને આંકડામાં 383 બાળકોનો તફાવતઃ કોંગ્રેસ
લોકસભાના સાંસદે સવાલ પૂછ્યો હતો કે, સરકારની પી. એમ. કેર સ્કીમ હેઠળ કેટલા બાળકો જે કોરોનાના લીધે અનાથ થયા હોય, પોતાના માતા-પિતા બન્ને ગુમાવ્યા હોય તેમને આર્થિક મદદ કરવામાં આવી હતી. સવાલના જવાબની શરૂઆતમાં સરકારનો આંકડો હતો કે, દેશમાં 4345 બાળકોને આ યોજના હેઠળ ફાયદો મળ્યો છે. એજ જવાબમાં જ્યારે રાજ્યવાર આંકડો જે દર્શાવ્યો તેમાં દર્શાવ્યું કે, 3962 બાળકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જે દર્શાવે છે કે, બન્ને આંકડામાં 383 બાળકોનો તફાવત છે.

અખબારી યાદીનો આકડો લોકસભા અને રાજ્યસભા કરતા વિપરીત
આ આંકડાની માયાજાળ હજી લોકસભામાં નથી અટકતો, રાજ્યસભાના સાંસદના સવાલના જવાબમાં પણ આંકડામાં વિસંગતતા જોવા મળે છે. રાજ્યસભામાં 3855નો આંકડો દર્શાવવામાં આવે છે, તે પણ લોકસભા કરતા અલગ દેખાડવામાં આવે છે. લોકસભાના જવાબમાં ગુજરાત રાજ્યમાં કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો જેમને પીએમ કેર બાળકો માટેની યોજનામાં 205 બાળકો દર્શાવ્યા છે, જ્યારે રાજ્ય સભામાં 208 બાળકો દર્શાવ્યા છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અખબારી યાદીમાં અપાયેલ આકડા લોકસભા અને રાજ્યસભા કરતા પણ વિપરીત છે. મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અખબારી યાદીમાં દર્શાવેલ આંકડો 1210 બાળકોનો છે.

પંચાયતમાં 1000થી વધુ બાળકોના આંકડાનો ફેર
લોકસભા, રાજ્યસભા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આંકડામાંથી કોના આંકડા સાચા માનવા એ સવાલ થાય છે. મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અને દેશની બન્ને સર્વોચ્ય પંચાયતમાં 1000થી વધુ બાળકોના આંકડાનો ફેર આવે છે. શું આ બાળકોને યોજનાના લાભથી વંચિત રાખવા આવી રહ્યા છે? શું 1000થી વધુ બાળકોનું અનાથ થવાનું કારણ કોરોનાની મહામારી સિવાય કાંઈ અલગ છે, તો સરકાર જાણકારી આપે. કેમ ગુજરાત અને દેશના બાળકો જોડે આ અન્યાય કરવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઈરાની અને તેમનું મંત્રાલય લોકસભા, રાજ્યસભા કે પોતાની પ્રેસકોન્ફરન્સમાં ક્યાં સાચુ બોલે છે. આંકડાઓની વિસંગતતા માટે જવાબદાર કોણ? શું તેમના ઉપર પગલાં લેવાશે? જે બાળકોને લાભથી વંચિત રાખવામાં આવ્યાં છે, તેમના માટે સરકાર કોઈ પગલા લેશે કે કેમ?

 

adv

Related News

post
post
post
post
post
post
post